ભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વે ભાવનગર પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્યો દ્વારા આયોજન કરેલા દહીં હાંડી અને મેળાના કાર્યક્રમમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ભાવનગર આવી પહોચ્યા હતા જેમાં તેમની સાથે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા અને સાંસદ ભારતીબેન શિયાળ પણ ઉપસ્થિત રહ્યા હતા.ભાવનગર આવી પહોચેલા મુખ્યમંત્રી પ્રથમ જીતુભાઈ વાઘાણી દ્વારા આયોજિત દહીં હાંડી કાર્યક્રમમાં બોરતળાવ ખાતે પહોચ્યા હતા અને મટકી ફોડ કાર્યક્રમને નિહાળી દહીં હાંડીના ગોવિંદાઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા ત્યારબાદ તેઓ વિભાવરીબેન દવે પ્રેરિત ત્રિ-દિવસીય મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર ખાતે જન્માષ્ટમીના પર્વે બંને ધારાસભ્યો દ્વારા આયોજિત જન્માષ્ટમીના કાર્યક્રમોમાં હાજરી આપવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગર પહોચ્યા હતા.ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબીનેટ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા દહીં હાંડીના કાર્યક્રમનું પોતાના મત વિસ્તારમાં અલગ અલગ છ જગ્યા પર આયોજન કર્યું હતું. જેમાં બોરતળાવ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમની સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા અને સાંસદ ભારતીબેન શિયાળ પણ જોડાયા હતા.
આપને જણાવીએ કે, 101 ગોવિંદાઓની ટુકડીએ 40 ફૂટ ની ઉંચાઈ પર મટુકી ફોડી હતી, જયારે મુખ્યમંત્રી દ્વારા ગોવિંદાઓને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી જવાહર મેદાન ખાતે વિભાવરીબેન દવે દ્વારા પ્રેરિત જન્માષ્ટમીના મેળામાં હાજરી આપવા પહોચ્યા હતા. ખ્યાતનામ કલાકાર કીર્તિ સાગઠીયા સહિતના વિવિધ કલાકારો દ્વારા વિવિધ ગીતોની રમઝટનો આનંદ લીધો હતો. જયારે મુખ્યમંત્રીએ ખ્યાતનામ કલાકાર કીર્તિ સાગઠીયાને પ્રોત્સાહિત કરતા આશીર્વાદ પાઠવ્યા હતા. ત્રિ-દિવસીય મેળાના અંતિમ દિને હજારો લોકોની જનમેદની આ ભવ્ય કાર્યક્રમને માણવા જવાહર મેદાન ખાતે ઉપસ્થિત રહી હતી.
આ પણ વાંચો:સાહિત્યસભા દ્વારા પ્રતિષ્ઠિત સંક્ષેપકાર મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
આ પણ વાંચો:લોકમેળામાં વધુ એક દુર્ઘટના, રાઈડ્સમાં બેસેલો યુવક ધડામ લઈ પટકાતા માથામાં થઇ ઈજા
આ પણ વાંચો:અમદાવાદમાં મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના, 15 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું
