અકસ્માત/ સાયલા નજીક કાર પલટી જતા જૂનાગઢના PSIનું સારવાર દરમિયાન મોત

જૂનાગઢના એ ડિવિઝનમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.કે. પરમારનું ગમખ્વાર અકસ્માતમાં મોત થયું છે.

Top Stories Gujarat
Death of Junagadh PSI 
  • જૂનાગઢમાં ફરજ બજાવતા PSIનું મોત
  • PSI એ.કે. પરમારનું મોત
  • સાયલા નજીક અકસ્માતમાં થયું PSIનું મોત
  • ટ્રેનિંગ પૂર્ણ કરી PSI આવતા હતા જૂનાગઢ
  • સાયલા નજીક તેઓની કારને થયો અકસ્માત
  • અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા હતા PSI
  • હોસ્પિ.માં સારવાર દરમિયાન PSIનું મોત
  • એ ડિવિઝન પો.સ્ટે.માં PSI તરીકે બજાવતા હતા ફરજ

Death of Junagadh PSI    ગુજરાતના જૂનાગઢમાં પીએસઆઇનું અકસ્માતમાં મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના એ ડિવિઝનમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.કે. પરમારનું ગમખ્વાર અકસ્માતમાં મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર   ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પરત ફરી પીએસઆઇ એ.કે. પરમારની કારનો અકસ્માત સાયલા નજીક થયો હતો જેમાં તેમનું મોત નિપજ્યું છે. અકસ્માત થતા આજુબાજુના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને પીએસઆઇને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. જૂનાગઢના પીએસઆઇનું મોત થતા સમગ્ર પોલીસ તંત્રમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર (Death of Junagadh PSI) પીએસઆઇ એ,કે, પરમાર ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે સૂરેન્દ્રનગરના સાયલા પાસે તેમની કાર પલટી જતા અક્સમાત સર્જોય હતો જેમાં તેમનું  મોત નિપજયું હતું. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના એ ડિવિઝનમાં ફરજ (Death of Junagadh PSI   ) બજાવતા પીએસઆઇનું અકસ્માતમાં અવસાન થતા સમગ્ર પોલીસ તંત્રમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. નોંધનીય છે કે રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબ વધી રહ્યા છે. દર વર્ષે હજારો લોકોના રાજ્યમાં અકસ્માતથી મોત નિપજે છે.

અપહરણ/દાહોદની હોસ્પિટલમાંથી એક માસના બાળકનું અપહરણ

Ahmedabad/અમદાવાદમાં નાઈટ મેરેથોનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો, હજારો લોકો જોડાયા