સિદ્ધ કરેલા દિવ્ય રક્ષા યંત્ર ના નામે જમીન તથા કૌટુંબિક તકરારના કેસોમાં વિજય અપાવવા ની પાક્કી ખાતરી આપી ઈનોવા કાર લઇ મહુવા થી ખાસ છેતરપિંડી કરવા વડોદરા આવેલા બે ગઠીયાઓને જેતલપુર રોડ ગેસ્ટ હાઉસ પાસેથી વડોદરા-શહેર પોલીસની ટીમે ટ્રેપ ગોઠવીને ઝડપી પાડયા હતા.પોલીસે તેઓ પાસેથી ઇનોવા કાર મળીને 10.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વડોદરા શહેર એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે મહુવા તાલુકાના વિનોદ જાની અને રવિ જોશી નામના બે ગઠિયા જમીન તથા કૌટુંબિક તકરારના કેસો ચાલતા હોય તેવા લોકોને ટાર્ગેટ બનાવે છે અને ત્યારબાદ તેમને નડતા ગ્રહો ચાંડાલ યોગ વાસ્તુદોષના નિવારણ માટે ચમત્કારિક જાદુઈ દિવ્ય રક્ષા યંત્ર પાસે રાખવાથી કોર્ટમાં અરજી તથા ધાર્યા કામમાં સફળતા મળે છે એવી પાકી ખાતરી આપીને લાખો રૂપિયા પડાવે છે અને હાલ બંને જેતલપુર રોડ ના અગ્રેસન ગેસ્ટ હાઉસ પાસે ઈનોવા કારમાં બેઠા છે. આ ચોક્કસ માહિતીને આધારે પોલીસે પંચને તૈયાર કરીને આરોપી પાસે મોકલ્યો હતો. પંચએ કૌટુંબિક તકરાર અને જમીન કેસ અંગે વાતચીત કરતાં આરોપી રવિ અને વિનોદે જીત અપાવવાની ખાત્રી આપી એક રક્ષા યંત્ર ની કિંમત રૂપિયા 10 લાખ છે તમારે હાલમાં રૂપિયા પાંચ લાખ આપવાના રહેશે અને કામ થયા બાદ બાકીના રૂપિયા 5,00,000 લાખ ચૂકવવાના રહેશે તેમ જણાવ્યું હતું. રૂપિયા 5 લાખમાં સિદ્ધ કરેલા રક્ષા યંત્રનો સોદો નક્કી થતાં જ પોલીસ ત્રાટકી હતી અને ભેજાબાજ વિનોદ બાબુભાઈ જાની રહેવાસી નાનાજાદરા ગામ, તાલુકો મહુવા ભાવનગર અને રવિ બાબુભાઈ જોષી રહેવાસી બગદાણા તાલુકો મહુવા જીલ્લો ભાવનગર ને ઝડપી પાડયા હતા. આ બન્ને આરોપીઓએ કેટલા લોકોને છેતર્યા હોવાની આગળની તપાસ એસઓજી પોલીસે હાથધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
