ચેતવણી/ ચક્રવાત તોફાન તૌક્તેનાં કારણે સવારથી જ અમદાવાદનાં વાતાવરણમાં પલટો

અરબી સમુદ્રમાંથી ઉભરેલા ચક્રવાત તોફાન તૌક્તેને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ આપી દેવામાં આવેલ છે.

Top Stories Ahmedabad Gujarat

અરબી સમુદ્રમાંથી ઉભરેલા ચક્રવાત તોફાન તૌક્તેને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ આપી દેવામાં આવેલ છે. હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર, એવું માનવામાં આવે છે કે ચક્રવાત તૌક્તે ગુજરાતનાં વેરાવળ અને પોરબંદરની વચ્ચે માંગરોળ નજીકનાં કાંઠે અથડાશે. તોફાનની અસર મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતનાં દરિયાકાંઠા પર ત્રણ દિવસ સુધી રહેવાની સંભાવના છે. હવામાન વિભાગનો અંદાજ છે કે ચક્રવાતી તોફાનો દરમિયાન પવન 150 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે.

ભાવ વધારો / એક દિવસનાં વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો

અરબી સમુદ્રમાંથી ઉભરેલા ચક્રવાત તોફાન તૌક્તેનાં કારણે સવારથી જ અમદાવાદનાં વાતાવરણમાં પલટો દેખાઇ રહ્યો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થઇ ગયો છે. શહેરનાં બાપૂનગર, રખિયાલ, નિકોલ નરોડા, વેજલપુર, એસ.જી.હાઈવે, બોડકદેવમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી જ અમદાવાદનાં વાતાવરણમાં પલટો દેખાતા છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો અનુભવ કરી રહેલા લોકોને તેનાથી આંશિક રાહત મળી હતી. જણાવી દઇએ કે, ચક્રવાતી વાવાઝોડાને કારણે કેરળનાં દરિયાકાંઠાનાં વિસ્તારોને વ્યાપક નુકસાન થયું છે. જ્યારે કર્ણાટકનાં દક્ષિણા કન્નડ જિલ્લામાં ભારે વરસાદ થયો છે, જ્યાં પવન લગભગ 75 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ચક્રવાત તૌક્તે હજુ વધુ ભયંકર સ્વરૂપ લેશે. આ ચક્રવાત આગામી સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળનાં દરિયાકાંઠે ત્રાટકશે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર, ચક્રવાતી વાવાઝોડું ‘તૌક્તે’ આવતા 6 કલાકમાં તીવ્ર થઇને ગંભીર તોફાનમાં બદલાવવા અને તે પછી 12 કલાકમાં અતિ ગંભીર થવાની સંભાવના છે. જ્યારે 18 મે નાં બપોર કે સાંજે તેના ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશમાં વધવાની અને પોરબંદર તથા નલિયાની વચ્ચે ગુજરાતનો કિનારો પાર કરવાની સંભવાના છે. જેને લઇને  હવામાન વિભાગે પણ ચેતવણી જારી કરી છે.