Gujarat News/ વિદ્યાર્થી આત્મહત્યા કેસો વધતા ગુજરાત સરકારની કડક માર્ગદર્શિકા જાહેર

ગુજરાતમાં વિદ્યાર્થીઓની વધતી આત્મહત્યા ઘટનાઓ બાદ રાજ્ય સરકારે યુનિવર્સિટી, કોલેજ અને કોચિંગ સંસ્થાઓ માટે કડક માર્ગદર્શિકા (Guidelines)જાહેર કરી છે.

Top Stories Gujarat Breaking News
Guidelines

Gujarat News:ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી જતી ઘટનાઓએ રાજ્ય સરકારને ગંભીરતાથી વિચારવા મજબૂર કરી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયને વિદ્યાર્થીઓના જીવનને સુરક્ષિત બનાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ગણાવવામાં આવી રહ્યું છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર, 2017 થી 2021 સુધી ગુજરાતમાં કુલ 3,002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આનો અર્થ એ થાય કે રાજ્યમાં દરરોજ સરેરાશ1 થી 2 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે.

Guidelines

વિદ્યાર્થીઓની આત્મહત્યાના વર્ષવાર આંકડા

વર્ષ

કેસ

2017 638
2018 570
2019 575
2020 597
2021 622

સરકારનીકડક માર્ગદર્શિકા (Guidelines) જાહેર

એપ્રિલ 2020થી માર્ચ 2023 દરમિયાન 495 સ્કૂલ અને કોલેજ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેમાં 246 છોકરીઓ હતી. આ જ સમયગાળામાં આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસોની સંખ્યા 6,879 હતી. ખાસ કરીને 2022માં પરીક્ષામાં નાપાસ થવાને કારણે ૧૫૫ વિદ્યાર્થીઓએ (Students) જીવ ગુમાવ્યો હતો. મુખ્ય કારણોમાં પરીક્ષાનું દબાણ, પારિવારિક સમસ્યાઓ અને આર્થિક મુશ્કેલીઓનો સમાવેશ થાય છે.આ ચિંતાજનક આંકડાઓને ધ્યાનમાં રાખીને સરકારે આ માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરી છે,જે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે.

પ્રતિ 100 વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછો એક લાયક કાઉન્સેલર રાખવો ફરજિયાત. 100થી ઓછા વિદ્યાર્થીઓવાળી સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઊભી કરવી પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં District Tourism Development Society: ગુજરાત સરકારે પ્રવાસન વિકાસ માટે ખોલ્યો 10 કરોડનો ફંડ ગેટવે