Gujarat News/ વિદ્યાર્થીઓની માનસિક આરોગ્ય સુરક્ષા માટે નવી ‘મેન્ટલ હેલ્થ પોલિસી’ લાગુ

વિદ્યાર્થી (students)ઓમાં વધતી માનસિક તણાવ અને આત્મહત્યાની ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી

Gujarat
students

Gujarat News :વિદ્યાર્થી (students)ઓમાં વધતી માનસિક તણાવ અને આત્મહત્યાની ઘટનાઓને ગંભીરતાથી લેતાં શિક્ષણ વિભાગે કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ફરજિયાત રીતે મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી પડશે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા અને સમયસર કાઉન્સેલિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશોમાં સ્પષ્ટ કરાયું છે કે દરેક કોલેજ અને યુનિવર્સિટીએ વિદ્યાર્થી (students)ઓ માટે નિયમિત કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવી પડશે. ખાસ કરીને આત્મહત્યાના વધતા બનાવોને અટકાવવા માટે સંસ્થાઓએ સંવેદનશીલ વિદ્યાર્થીઓને ઓળખી તેમને વ્યાવસાયિક માર્ગદર્શન આપવું જરૂરી રહેશે.

પ્રતિ 100 વિદ્યાર્થી (students)એક કાઉન્સેલર ફરજિયાત

નવી ગાઇડલાઇન મુજબ હવે પ્રતિ 100 વિદ્યાર્થી (student)ઓ દીઠ એક પ્રશિક્ષિત કાઉન્સેલર રાખવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ કાઉન્સેલર વિદ્યાર્થીઓની શૈક્ષણિક, વ્યક્તિગત અને ભાવનાત્મક સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપશે. શિક્ષણ વિભાગનું માનવું છે કે આ વ્યવસ્થા વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ પોતાની સમસ્યાઓ વ્યક્ત કરવાની તક આપશે અને માનસિક દબાણ ઘટાડવામાં મદદરૂપ થશે.

કાઉન્સેલિંગને ઔપચારિકતા નહીં, પરંતુ જવાબદારી

સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે કાઉન્સેલિંગ માત્ર કાગળ પર પૂરતું ન રહે, પરંતુ તેને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે. કોલેજો અને યુનિવર્સિટીઓએ કાઉન્સેલિંગ સેશનની નિયમિતતા, ગુપ્તતા અને ગુણવત્તા જાળવવાની રહેશે. સાથે જ વિદ્યાર્થી (student)ઓને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવા માટે વર્કશોપ અને સેમિનાર યોજવાની ભલામણ પણ કરવામાં આવી છે.

ખાનગી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે પણ મહત્વપૂર્ણ નિર્દેશ

માત્ર કોલેજો અને યુનિવર્સિટીઓ જ નહીં, પરંતુ ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે પણ સરકાર દ્વારા કડક દિશા-નિર્દેશ આપવામાં આવ્યા છે. ગાઇડલાઇન અનુસાર, કોઈપણ કોચિંગ સંસ્થા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક કામગીરી અથવા પર્ફોમન્સના આધારે અલગ પાડીને રાખી શકશે નહીં. રેન્ક, માર્ક્સ અથવા પરિણામના આધારે વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કરવું અથવા તેમને નીચા દરજ્જાનો અનુભવ કરાવવો પ્રતિબંધિત રહેશે.

વિદ્યાર્થીઓ(students)માં સ્પર્ધાત્મક દબાણ ઘટાડવાનો પ્રયાસ

સરકારનું માનવું છે કે સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થી ((students)ઓ પર અતિશય દબાણ ન આવે તે માટે આ નિર્ણય અત્યંત જરૂરી છે. વિદ્યાર્થીઓને માત્ર પરિણામોથી નહીં, પરંતુ સર્વાંગી વિકાસ તરફ પ્રોત્સાહિત કરવો એ નવી પોલિસીનો મુખ્ય ઉદ્દેશ છે.

શિક્ષણ વિભાગે ચેતવણી આપી છે કે ગાઇડલાઇનનું પાલન ન કરનારી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદોએ મહત્વપૂર્ણ અને સમયોચિત ગણાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કરીના કપૂરે મેન્ટલ હેલ્થ વિશે કર્યો ખુલાસો, કહ્યું- ‘પરિવાર સાથે ખુશ છું…’

આ પણ વાંચો: ટેન્શન હોય કે ડિપ્રેશન…પહેલા જાત સાથે કરો વાત, મેન્ટલ હેલ્થમાં થશે સુધારો…

આ પણ વાંચો: દીપિકા પાદુકોણ-માનસિક આરોગ્ય/ધ રોક(ડ્વેન જોન્સન)ના ડીપ્રેશન પર દીપિકા પાદુકોણએ આપ્યું એવું રિએક્શન, કહ્યું મેન્ટલ હેલ્થ મેટર કરે છે