સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરનું રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું. 92 વર્ષીય લતા મંગેશકર કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. 8 જાન્યુઆરીએ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર છવાઈ ગઈ છે અને તમામ સેલિબ્રિટીઓ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: લતા મંગેશકરનું નિધન, ભૂમિ પેડનેકરથી લઈને ગુરુ રંધાવાએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેને ભારત માટે ખૂબ જ દુઃખદ ગણાવ્યું છે.
https://www.instagram.com/p/CZn9T4otsZf/?utm_source=ig_embed&ig_rid=7ad12193-f224-4515-b328-313b02fb023a
લતા મંગેશકરના નિધન પર અનુષ્કા શર્માએ ટ્વીટ કર્યું, ‘ભગવાન સુંદર અવાજો દ્વારા વાત કરે છે. ભારત માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે કારણ કે સ્વર કોકિલ કંઠીએ તેના નશ્વર દેહને છોડી દીધો છે. લતાજીના અવાજે તેમને અમર બનાવી દીધા છે. તેના સંગીત દ્વારા હંમેશા આપણા હૃદયમાં રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે સંવેદના. ભગવાન લતાજીનાં આત્માને શાંતિ આપે.
આ પણ વાંચો: સ્વર કોકિલા લતા મંગેશકરનું નિધન થતાં બે દિવસનો રાષ્ટ્રીય શોક,અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ શિવાજી પાર્કમાં રાખવામાં આવશે
આ પણ વાંચો:સુર મહારાણી લતા દીદીએ સુપરહીટ ગુજરાતી ગીતોને પણ સ્વર આપ્યો,દિકરી તો પારકી થાપણ કહેવાય….
