Mumbai News/ આરોપીના ઘરમાંથી મળ્યાં શંકાસ્પદ નોટ્સ, ISIS કનેક્શનની શંકા

મુંબઈ (Mumbai) માં હુમલાખોરે ગાર્ડ્સ પાસેથી તેમના નામ અને ધર્મ પૂછ્યો અને કથિત રીતે તેમને કલમા બોલવાનું. જ્યારે તેઓએ ના પાડી, ત્યારે તેણે તેમના પર છરી વડે હુમલો કર્યો.

Top Stories India
mumbai

Mumbai News: મુંબઈના મીરા રોડના નયા નગર વિસ્તારમાં બે સુરક્ષા ગાર્ડ પર થયેલા હુમલાની તપાસ હવે મુંબઈ ATS દ્વારા હાથ ધરાઈ છે. સુરક્ષા એજન્સીઓ આ ઘટનાને સંભવિત “લોન વુલ્ફ” આતંકવાદી હુમલા તરીકે તપાસી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી ઝૈબ ઝુબેર અંસારીએ ફરજ પર રહેલા બે સુરક્ષા ગાર્ડને નિશાન બનાવી હુમલો કર્યો હતો. ઘટનાને લઈને સુરક્ષા તંત્ર સતર્ક બન્યું છે અને હુમલા પાછળના ઈરાદા તેમજ સંભવિત કડીઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.

પહેલા ધર્મ પૂછ્યું, પછી ગાર્ડને માર માર્યો

હુમલાને લઈને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના દાવા મુજબ આરોપીએ પહેલા ગાર્ડ્સ પાસેથી રસ્તો પૂછ્યો, બાદમાં પાછો આવી તેમનો ધર્મ પૂછ્યો હતો. તેમનું કહેવું છે કે, એક ગાર્ડને ઇસ્લામિક કલમા બોલવાનું કહેવામાં આવ્યું હતું અને તે ન બોલી શકતા તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘાયલ ગાર્ડ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આરોપીના ઘરમાંથી મળ્યાં અનેક શંકાસ્પદ નોટ્સ

જ્યારે પોલીસે અંસારીની ધરપકડ કરી અને તેના ઘરની તપાસ હાથ ધરી, ત્યારે તપાસ ટીમને હાથથી લખેલી કેટલીક નોટો મળી આવી હતી. આ નોટોમાં તેણે ISIS માં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીએ આ હુમલાને આતંકવાદી સંગઠનમાં જોડાવા તરફનું પોતાનું પ્રથમ પગલું ગણાવ્યું હોવાનું પણ લખાણમાં ઉલ્લેખ છે. હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ નોટો સહિત સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

વધુમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી ઝૈબ ઝુબેર અંસારી મુંબઈના કુર્લા વિસ્તારમાં જન્મેલો છે. તે વિજ્ઞાનનો સ્નાતક હોવાનું જાણવા મળ્યું છે અને વર્ષ 2010થી 2019 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સમાં રહ્યો હતો. ત્યાં નોકરી ન મળતા તે 2019માં ભારત પરત ફર્યો હતો. બાદમાં મીરા રોડ વિસ્તારમાં એકલો રહેતો હતો અને ઓનલાઈન રસાયણશાસ્ત્રનું કોચિંગ આપતો હતો.

પ્રાથમિક તપાસમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એકલા રહેવાના કારણે આરોપી ઇન્ટરનેટ મારફતે કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હોઈ શકે. હાલ તપાસ એજન્સીઓ આરોપીના મોબાઇલ ફોન અને લેપટોપના ડિજિટલ ફૂટપ્રિન્ટ્સની તપાસ કરી રહી છે, જેથી તે કોઈ સરહદ પારના હેન્ડલર્સ અથવા શંકાસ્પદ નેટવર્ક સાથે સીધા સંપર્કમાં હતો કે નહીં તે જાણી શકાય.

શું છે આખો મામલો? ઘટનાની સંપૂર્ણ હકીકત જાણો

મુંબઈના મીરા રોડના નયા નગર વિસ્તારમાં વોકહાર્ટ હોસ્પિટલ પાછળ નિર્માણાધીન ઇમારતની સુરક્ષા માટે બે સુરક્ષા ગાર્ડ તૈનાત હતા. સોમવારે સાંજે, આરોપી ઝૈબ ઝુબૈર અંસારીએ પીડિતો, રાજકુમાર મિશ્રા અને સુબ્રતો રમેશ સેનને તેમના ધર્મ વિશે પૂછ્યું અને પછી તેમને કલમાનો પાઠ કરવાનું કહ્યું.

જ્યારે તેઓએ વિરોધ કર્યો, ત્યારે આરોપીઓએ સુરક્ષા ગાર્ડ પર છરી વડે હુમલો કર્યો. આ હુમલામાં રાજકુમાર મિશ્રા અને સુબ્રતો સેન બંને ગંભીર રીતે ઘાયલ થયા. સીસીટીવી ફૂટેજની મદદથી, નયાનગર પોલીસે દોઢ કલાકમાં આરોપી ઝૈબ ઝુબેર અંસારી (31) ની ધરપકડ કરી.

બંને ગાર્ડ હાલમાં વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, થાણે એટીએસ અને નયાનગર પોલીસ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: પંજાબના પટિયાલામાં રેલ્વે ટ્રેક પર વિસ્ફોટ, એક વ્યક્તિનો મળ્યો મૃતદેહ

આ પણ વાંચો: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દિલ્હી NCR સહિત ઉત્તર ભારતમાં રાહત, વરસાદ, આંધી સાથે તાપમાનમાં ઘટાડાની આગાહી

આ પણ વાંચો: મુંબઈમાં બિરયાની અને તરબૂચ ખાધા બાદ પરિવારના 4 ના મોત