Pakistan Energy Crisis 2026: પાકિસ્તાન અત્યારે તેના ઈતિહાસના સૌથી ભયાનક ઉર્જા સંકટ (Energy Crisis) નો સામનો કરી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટનો દરિયાઈ માર્ગ બંધ થવાને કારણે પાકિસ્તાનમાં ઈંધણનો પુરવઠો ખોરવાઈ ગયો છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઈલનો સ્ટોક હવે ગણતરીના દિવસોનો જ મહેમાન છે, જેના કારણે શાહબાઝ શરીફ સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે.
Pakistan માં ઈંધણના સ્ટોકની ચોંકાવનારી સ્થિતિ
પાકિસ્તાન પાસે અત્યારે રિઝર્વ સ્ટોકનું નામનિશાન બચ્યું નથી:
ક્રૂડ ઓઈલ: માત્ર 5 થી 7 દિવસનો જથ્થો ઉપલબ્ધ.
પેટ્રોલ: રિઝર્વ સ્ટોક શૂન્ય (0) છે.
ડીઝલ: 26 થી 28 દિવસનો સ્ટોક.
LPG: માત્ર 15 દિવસ ચાલે તેટલો જથ્થો.
નોંધનીય છે કે, પાકિસ્તાન એરલાઈન્સ માટે ઈંધણની અછતની ચેતવણી (NOTAM) જાહેર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
શા માટે સર્જાયું આ સંકટ?
ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ લગભગ બંધ છે.
દરિયાઈ માર્ગ: દુનિયાનું 20% ક્રૂડ ઓઈલ આ માર્ગે પસાર થાય છે. પાકિસ્તાન સાઉદી અરેબિયા અને કુવૈત પર નિર્ભર હોવાથી તેની સપ્લાય ચેઈન તૂટી ગઈ છે.
વીમાના દરોમાં ઉછાળો: જહાજોના વીમાના દર 30,000 ડોલરથી વધીને 4,00,000 ડોલર સુધી પહોંચી ગયા છે, જેની સીધી અસર ભાવ પર પડી છે.
ઈંધણ બચાવવા ‘લોકડાઉન’ જેવી તૈયારી
પરિસ્થિતિને (Pakistan) કાબૂમાં લેવા સરકાર ‘કોવિડ-19’ જેવા કડક નિયમો લાગુ કરવાનું વિચારી રહી છે:
ઓનલાઇન શિક્ષણ: શાળાઓ અને કોલેજો બંધ કરી શિક્ષણ ફરી ઓનલાઇન મોડ પર લઈ જવાની યોજના છે.
વર્ક ફ્રોમ હોમ: સરકારી અને કોર્પોરેટ ઓફિસોમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા આદેશ અપાઈ શકે છે.
મોંઘવારીમાં વધારો: ઈંધણની અછતને કારણે પાકિસ્તાનમાં (Pakistan) જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચવાની શક્યતા છે.
આ પણ વાંચો :ઈરાન પર વધતું અમેરિકી દબાણ, 38 જહાજો રોક્યા બાદ શું પુતિન કરશે ઈરાનની મદદ?
આ પણ વાંચો :ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકી પર અંધાધૂંધ ફાયરિંગ
આ પણ વાંચો :નાઈજીરિયામાં ISIS નું ખૂની તાંડવ, ગુયાકુ ગામમાં 29 નિર્દોષ નાગરિકોના મોતથી મચ્યો હાહાકાર
