Surendranagar News: સુરેન્દ્રનગરમાં કૌભાંડીઓ જ જાણે સુરેન્દ્ર હોય તેવી સ્થિતિ છે. ડેપ્યુટી કલેક્ટર ચંદ્રસિંહ મોરી (Chandrasinh Mori) પછી ભૂતપૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની 1,500 કરોડથી પણ વધુ રકમના જમીન કૌભાંડ (Land Scam) માં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે છેક ગાંધીનગર જઈને તેમની ધરપકડ કરી હતી. કલેક્ટર (Collector) ને હવે પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. આ રિમાન્ડમાં અનેક રહસ્યોદઘાટન થાય તેવી સંભાવના છે. આ કરોડોના જમીન કૌભાંડમાં થયેલા વહીવટને લઈને પકડાયેલા ચારેય સરકારી અધિકારીઓએ શું ખેલ પાડ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.
Surendranagarમાં લાંચની એબીસીડી
આ ચારેય કૌભાંડી સરકારી અધિકારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પછી, આ ચાર અધિકારીઓ સમગ્ર કૌભાંડનું આયોજન અને સંચાલન કેવી રીતે કરી રહ્યા હતા તે અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કૌભાંડમાંથી મળેલાં લાંચના નાણાંનું વિભાજન કરવામાં આવ્યું હતું: 50 ટકા કલેક્ટરને, 25% એડિશનલ કલેક્ટરને, 10% નાયબ મામલતદારને, 10% મામલતદારને અને 5% કારકુનને ગયા. કલેક્ટરે પોતે લાંચનો સૌથી મોટો હિસ્સો, 50% રાખ્યો હતો. વધુમાં, તપાસ દરમિયાન એક પેન ડ્રાઇવ મળી આવી છે, જે ઘણા મહત્વપૂર્ણ રહસ્યો ખોલશે.

વહીવટ
આ કરોડો રૂપિયાના જમીન કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે પણ NA કેસ સામે આવે છે, ત્યારે અગાઉથી કિંમત નક્કી કરવામાં આવતી હતી. કિંમત નક્કી થયા પછી, ટકાવારી મુજબ પૈસા વહેંચવામાં આવ્યા. 50% કલેક્ટરને, 25% અધિક કલેક્ટરને, 10% નાયબ મામલતદારને, 10% મામલતદારને અને 5% ક્લાર્કને ગયા. આના પરિણામે 9 મહિનામાં 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો.

કલેક્ટર સસ્પેન્ડ
સરકારે IAS અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલને (Rajendra Patel) સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ભૂતપૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલની ED દ્વારા ધરપકડ બાદ, ભૂતપૂર્વ કલેક્ટર સસ્પેન્શનનો ભય અનુભવી રહ્યા હતા. ડૉ. રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ, રાજ્ય સરકાર ભૂતપૂર્વ કલેક્ટર સામે સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરશે. સામાન્ય વહીવટ વિભાગ ધરપકડ રિપોર્ટ પર કાર્યવાહી કરશે. ED રિપોર્ટના આધારે પણ કાર્યવાહી કરવામાં આવશે.

કોની કોની સામે ફરિયાદ
ACB સુરેન્દ્રનગર ખાતે ED અધિકારીઓએ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર કચેરીના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે.
સુરેન્દ્રનગરમાં બિનખેતી (NA) જમીન રૂપાંતરણમાં આશરે 1500 કરોડ રૂપિયાના મહાકૌભાંડનો મોટો ખુલાસો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસને આધારે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. કે. રાજેન્દ્ર પટેલ સહિત ચાર સરકારી કર્મચારીઓ સામે અપ્રમાણસર મિલકત અને લાંચ-રૂશ્વતના આરોપસર ગુનો નોંધ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીને EDએ ધરપકડ કરી 8 દિવસની રિમાન્ડ મેળવી દિલ્હી લઈ ગયા છે.
સુરેન્દ્રનગરમાં બિનખેતી જમીનને ખેતી વગરની (NA) જમીનમાં રૂપાંતરિત કરવામાં વ્યાપક ભ્રષ્ટાચાર અને બેનામી વ્યવહારોના આરોપો છે. EDની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વચેટિયાઓ અને એજન્ટોના મોટા નેટવર્ક દ્વારા ગેરકાયદેસર રીતે જમીનોનું રૂપાંતરણ કરવામાં આવતું હતું. આ કૌભાંડનું અંદાજિત મૂલ્ય 1500 કરોડ રૂપિયા જેટલું હોવાનું અનુમાન છે.EDએ આ કેસમાં બેનામી સંટ્ટા અને ભ્રષ્ટાચારના આરોપો હેઠળ ધરપકડો કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્કમાં ઉચ્ચ અધિકારીઓ સુધીની સાંઠગાંઠ હતી.
તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલે પોતાનું નિવેદન આપી દીધું છે. તેમના જણાવ્યા મુજબ, લાંચમાંથી 50% હિસ્સો જિલ્લા કલેક્ટરને મળતો હતો, 25% એડિશનલ કલેક્ટર ઓઝાને, 10% મમલતદાર મયૂર દવેને અને 5% ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલને જતાં હતા. અરજદારોના હસ્તલિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડમાંથી લાંચના તમામ હિસ્સાવાર વિતરણ, દલાલોની જોડાણ અને અધિકારીઓની ભાગીદારીનો પુરાવો મળ્યો છે.
EDએ 23 ડિસેમ્બરે સર્ચ દરમિયાન છુપાવેલી 67.50 લાખ રોકડ અને મોંઘા મોબાઇલ ઉપકરણો પણ જપ્ત કર્યા. કલેક્ટરના દીકરા-દીકરીની સ્કૂલ ફી ચૂકવવામાં આવી ન હતી, અને તેમના નામે અમદાવાદમાં ફ્લેટ ખરીદવાનો કરાર પણ તપાસ હેઠળ આવ્યો. જેના ભાડાની આવક પરિવારના ખાતામાં જમા થતી હતી. ED દ્વારા મળેલા દસ્તાવેજો અને હિસાબ શીટથી સમગ્ર લાંચ સ્કીમ સ્પષ્ટ થઈ ગઈ છે.
CLU (ચેન્જ ઓફ લેન્ડ યુઝ) અરજી પદ્ધતિ દ્વારા સિસ્ટમેટિક રીતે લાંચ લેવાઈ રહી હતી. અરજીની ઝડપી મંજૂરી માટે “સ્પીડ મની” પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જમીનની સ્ક્વેરમીટર પ્રમાણે લાંચની રકમ ફિક્સ કરવામાં આવી હતી, અને આ લાંચ પીએ જયરાજસિંહ ઝાલા તથા નાયબ મામલતદાર આ કામગીરીમાં સીધા જોડાયેલા હતા.
