Kutch News/ કચ્છમાં કસ્ટમ્સે ગારનેટનો 40 કરોડનો જથ્થો ઝડપ્યો

કચ્છમાં ગારનેટના પાંચ કન્ટેનર SIIBએ ઝડપ્યા છે. કસ્ટમ્સની SIIB શાખાએ ગારનેટના પાંચ કન્ટેનર ઝડપ્યા છે. આ કન્ટેનર રાજસ્થાનથી દુબઈ મોકલવાનું આયોજન હતું. કચ્છમાં કસ્ટમ્સ વિભાગે લગભગ 140 ટન જેટલો કાર્ગો ઝડપ્યો છે.

Gujarat Others Breaking News

Kutch News: કચ્છમાં ગારનેટના પાંચ કન્ટેનર SIIBએ ઝડપ્યા છે. કસ્ટમ્સની SIIB શાખાએ ગારનેટના પાંચ કન્ટેનર ઝડપ્યા છે. આ કન્ટેનર રાજસ્થાનથી દુબઈ મોકલવાનું આયોજન હતું. કચ્છમાં કસ્ટમ્સ વિભાગે લગભગ 140 ટન જેટલો કાર્ગો ઝડપ્યો છે.

ગાર્નેટને બેન્ટોનાઇટ જાહેર કરીને આ જથ્થો મોકલવામાં આવતો હતો. કસ્ટમ્સ વિભાગે અંદાજે 40 કરોડનો જથ્થો કબ્જે કર્યો છે. કસ્ટમ્સ વિભાગે જણાવ્યું હતું કે ઘણા ગઠિયાઓ નિકાસની રાહતનો ફાયદો ઉઠાવવા માટે ડમી કંપનીઓ બનાવીને સરકારે વર્ગીકૃત કરેલી પ્રોડક્ટ્સની નિકાસ બતાવે છે, પરંતુ તે વાસ્તવમાં બીજો જ જથ્થો મોકલતા હોય છે જે સરકારની યાદીમાં હોતો નથી. મુખ્યત્વે તેઓએ બહાર મોકલેલી વસ્તુ પરનો વેરો ઊંચો હોય છે, પરંતુ તેઓ તેને જકાતમુક્ત પ્રોડક્ટ તરીકે દર્શાવે છે.

આ રીતે તેઓ એક રીતે નિકાસ જકાત બચાવે છે. આને એક પ્રકારની દાણચોરી જ કહી શકાય. કચ્છમાં આ પ્રકારે દાણચોરી પકડાતા કસ્ટમ્સ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. તેના પગલે કચ્છમાં હવે નિકાસ માટે આવતા કસ્ટમ્સના તમામ શિપમેન્ટની ચકાસણી કરવાની સંભાવના પણ વિભાગ નકારી કાઢતું નથી.

કસ્ટમ્સ વિભાગ આ નવા પ્રકારની હરકતના પગલે સાબદુ બની ગયું છે. તેઓએ હવે નિકાસ માટે આવતા મોટા અને મધ્યમ પ્રકારના કન્સાઇનમેન્ટની રેન્ડમલી નહીં પણ નિયમિત રીતે ચકાસણી આગામી સમયમાં કરવા વિચારી રહ્યુ છે.

કસ્ટમ્સ વિભાગનું કહેવું છે કે આમ કરનારી કંપનીને જંગી પેનલ્ટી પણ લાગશે અને તેની સામે કસ્ટમ્સ એક્ટ ઉપરાંત ફોજદારી કાયદા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. તેઓએ જો કે હજી સુધી આ પ્રકારના પ્રોડક્ટ મોકલનારી કંપનીનું નામ જણાવ્યું નથી. આમ છતાં જણાવ્યું છે કે આ કેસની તપાસ શરૂ કરી દેવાઈ છે અને આ તપાસમાં આગળ જતાં મોટો ફણગો ફૂટે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. એકાદ આવા ઠગના પગલે બીજા નિકાસકારોએ હવે કસ્ટમ્સની હેરાનગતિનો સામનો કરવાનો આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડાપ્રધાન મોદી કચ્છમાં સૈનિકો સાથે મનાવશે દિવાળી, રક્ષા મંત્રી LAC પાસે સૈનિકોને મળશે

આ પણ વાંચો: કચ્છના ધોરડોમાં અંદાજે દસ જેટલા રિસોર્ટ પર ફેરવાયું બુલડોઝર

આ પણ વાંચો: કચ્છ: ભુજની જેલમાંથી મોબાઈલ, રાઉટર અને ચાર્જ મળ્યું