Not Set/ અમદાવાદ/ 50થી વધુ બેડ ધરાવતી સ્ટાર હોટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવી ૫૦૦૦ બેડ બનાવાશે

ગુજરાત રાજ્યમાં કોરોના પોતાની પાંખો વિસ્તરી રહ્યું છે. હજુ કાય સુધી કોરોના ફેલાશે તેકાહી શકાય તેમ નથી. ત્યારે રાજ્યસરકાર દ્વારા કોરોનાના ફેલાતા પંજા સામે લડવા માટે નવ ખાનગી હોસ્પિટલોના ૧૦૦૦ બેડને કોવિડ માં ફેરવવાનું નક્કી કયુ છે, શહેરના સુપર સ્પ્રેડરોના ફરજીયાતપણ કોરોના ટેસ્ટ કરાશે. રાજ્યના સિનિયર આઇએએસ અધિકારી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં […]

Ahmedabad Gujarat

ગુજરાત રાજ્યમાં કોરોના પોતાની પાંખો વિસ્તરી રહ્યું છે. હજુ કાય સુધી કોરોના ફેલાશે તેકાહી શકાય તેમ નથી. ત્યારે રાજ્યસરકાર દ્વારા કોરોનાના ફેલાતા પંજા સામે લડવા માટે નવ ખાનગી હોસ્પિટલોના ૧૦૦૦ બેડને કોવિડ માં ફેરવવાનું નક્કી કયુ છે, શહેરના સુપર સ્પ્રેડરોના ફરજીયાતપણ કોરોના ટેસ્ટ કરાશે.

રાજ્યના સિનિયર આઇએએસ અધિકારી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં આવેલી ૯ જેટલી પ્રાઇવેટ હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવશે. આ હોસ્પિટલોમાં ૧૦૦૦ જેટલા બેડની સુવિધા છે. ખાનગી હોસ્પિટલો સાથે ચર્ચા થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી તરફ લોકડાઉનના સમયમાં હાલ હોટલ વ્યવસાય બધં પડો છે. હોટલ સંચાલકોને કોઇ આવક નથી અને મેનન્ટેનન્સનો ખર્ચ વધતો જાય છે. આ સમયે રાય સરકારે ફાઇવસ્ટાર, ફોરસ્ટાર કે થ્રી સ્ટાર હોટલો કે જેમાં ૫૦થી વધુ રૂમો હોય તેને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય કર્યેા છે. સરકારે હોટલ સંચાલકો સાથે પણ ચર્ચા કરી છે. આ સ્ટાર હોટલોમાંથી સરકારને ૫૦૦૦ જેટલા બેડ મળી રહેશે.

રાજીવ ગુપ્તાએ અમદાવાદમાં મહત્વનો એક એવો નિર્ણય લીધો છે કે જેનાથી કોરોના પોઝિટીવના છૂપા કેસો સામે આવશે અને નવા કેસો ઉભા થશે નહીં. તેમણે શાકભાજીના ફેરિયા,  અને કરિયાણાના વેપારીઓ ઉપરાંત સુપરમાર્કેટ, આઇસક્રીમ પાર્લર, સ્વિગી અને ઝોમેટો જેવી ઓનલાઇન ફુડ ડિલિવરી કરતાં બોય કે જેઓ સુપર સ્પ્રેડર સાબિત થયાં છે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આવા ટેસ્ટ સમગ્ર અમદાવાદના ઝોન પ્રમાણે કરાશે. એટલું જ નહીં શંકાસ્પદ કેસો કે જેઓ સુપર સ્પ્રેડર છે તેમના આરોગ્યનું પણ સ્ક્રીનિંગ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.