Ahmedabad News/ અમદાવાદ 1988ના પ્લેન ક્રેશમાં વળતરનો કેસ હજુ સુધી SCમાં પેન્ડિંગ

અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલ પ્લેન ક્રેશ બોઇંગ કંપનીનું હતું, તેવી જ રીતે 1988 કોતરપુર ખાતે થયેલ પ્લેન ક્રેશ પણ બોઇંગ કંપનીનું હતું. એરલાઇન્સના મૂળ પણ ભારતીય વિમાન કંપની સાથે સંકળાયેલા છે. 1988માં પ્લેન મુંબઈથી અમદાવાદ આવી રહ્યું હતું. જેમાં પાયલોટ, કો પાયલોટ, 4 ક્રૂ મેમ્બર્સ અને 129 પેસેન્જર મળીને 135 લોકો સવાર હતા.

Gujarat Ahmedabad

અમદાવાદના કોતરપુરમાં વર્ષ 1988ના ઇન્ડિયન એરલાઈન્સ પ્લેન ક્રેશમાં મૃતકોના પરિજનોને ઇન્ડિયન એરલાઈન્સ દ્વારા 2 લાખ રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું હતું. જે વળતર મોટા ભાગના લોકોએ સ્વીકારી હતું. અને કેટલાક મૃતકોના પરિજનોએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં વર્ષ 1992માં અરજી દાખલ કરી હતી. જેની ઉપર વર્ષ 2003માં ચુકાદો આવ્યો હતો. જેને ઇન્ડિયન એરલાઈન્સ અને એરપોર્ટ ઓથોરિટીએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

આ પ્લેન ક્રેશ 19 ઓક્ટોબર, 1988ના રોજ થયું હતું. જેમાં વધારે વળતરની માંગ કરતા અરજદાર ઉષાબેનના પતિ શરદચંદ્ર સવાર હતા. તેમણે 56 લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. ટ્રાયલ કોર્ટે 14.70 લાખ રૂપિયા વળતર 6 ટકાના વાર્ષિક વ્યાજે ચૂકવવા હુકમ કર્યો હતો. આ વળતર ઇન્ડિયન એરલાઈન્સ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 70:30ના રેશિયોમાં ચૂકવવાનું હતું.

પ્લેનમાં સવાર કુલ 135 લોકોમાંથી 133ના મૃત્યુ નિપજયા હતા
129 યાત્રીઓ પૈકી 5 બાળકો હતા. સવારે 6.53 કલાકે કોતરપુર ખાતે આ પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશમાં 5 યાત્રી બચ્યા હતા. જેમાંથી 3ના સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા હતા. બચેલા 2 યાત્રીઓમાં વિનોદ રેવાશંકર ત્રિપાઠી અને અશોક અગ્રવાલનો સમાવેશ થતો હતો. આમ પ્લેનમાં સવાર કુલ 135 લોકોમાંથી 133 લોકોના મૃત્યુ નિપજયા હતા.

ટ્રાયલ કોર્ટે વળતર કેસમાં માન્યું હતું કે દુર્ઘટનામાં ઇન્ડિયન એરલાઈન્સ-એરપોર્ટ ઓથોરિટીની ભૂલ હતી. જે પૈકી 35 પેસેન્જર અને 1 ઘાયલ પેસેન્જરનું સારવાર દરમિયાન મૃત્યુ થતા તેઓના સગાએ વળતર માટે કેસ કર્યો હતો. ટ્રાયલ કોર્ટે વળતર કેસમાં માન્યું હતું કે આ દુર્ઘટનામાં ઇન્ડિયન એરલાઈન્સ અને એરપોર્ટ ઓથોરિટી એમ બંનેની ભૂલ હતી. હાઇકોર્ટમાં અપીલ દરમિયાન એરલાઇન્સે જણાવ્યું હતું કે નિયમો મુજબ તેઓ 2 લાખ રૂપિયા જ પેસેન્જર દીઠ વળતર ચૂકવવા જવાબદાર છે, જે ચૂકવાઈ ગયું છે.

ટ્રાયલ કોર્ટે કુલ 14.70 લાખ વળતર 6 ટકાના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો. જો કે કેસ કરનાર ઉષાબેનના પતિ ઊંચી લાયકાત ધરાવતા હતા અને ઇન્ટરનેશનલ કંપનીમાં ફાયનાન્સ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હતા. તેઓની તે સમયે વર્ષે 1.03 લાખ રૂપિયા જેટલી આવક હતી. ટ્રાયલ કોર્ટે સેલરી સર્ટિફિકેટ અને બાકીની ઉમરમાં આવકને ધ્યાને લઈને કુલ 14.70 લાખ વળતર, 6 ટકાના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો.

કેસ પેન્ડિગ
કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને ફાઇનલ હિયરિંગના સ્ટેજ ઉપર છે. અરજદાર વધુ 22થી 25 વર્ષ નોકરી કરી શકે તેમ હતા. હાઇકોર્ટમાં વર્ષ 2004માં અપીલ દાખલ થતા કોર્ટે 2009માં ચુકાદો આપતા 15.85 લાખ રૂપિયાનું વળતર 9 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો હતો. જેની સામે પરિવારજનો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. જે કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને ફાઇનલ હિયરિંગના સ્ટેજ ઉપર છે.