Surat News : સુરત ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ફાયર સેફ્ટીનું પાલન ન કરનારી ચાર હોસ્પિટલ સામે લાલ આંખ કરવામાં આવી છે. ફાયર સેફ્ટી મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ફાયર વિભાગે ગંભીરતાથી લીધી છે.જેમાં ફાયર વિભાગે કડક કાર્યવાહી કરીને પાંડેસરા, અલથાણ અને ઉન પાટિયા નજીક અલગ-અલગ ચાર હોસ્પિટલોને સીલ કરી હતી.
ફાયર વિભાગે ચાર હોસ્પિટલ સીલ કરતા અન્ય હોસ્પિટલોનાં સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.એડવાન્સ ઓર્થોપેડીક ધ સર્જિકલ, શ્રી દીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ, કવિતા પ્રસુતિગૃહ અને જનરલ હોસ્પિટલ, ઉન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
આ પણ વાંચો: સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો, ઝીંગા તળાવ દૂર કરવા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર
