રાજ્યમાં કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે.સંક્રમણની તપાસ કરવા માટે ભારે હાલાકી પડતી હતી અને બોટાદ જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણમાં પીએચસી અને સીએચસી કેન્દ્રો પર આરટી-પીસીઆરનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. જિલ્લામાં લેબની વ્યવસ્થા ના હોવાના કારણે ભાવનગર કે અન્ય જગ્યા પર દર્દીઓના આરટી પીસીઆર ટેસ્ટિંગ બાદ રિપોર્ટ માટે સેમ્પલ ભાવનગર કે અન્ય જિલ્લામાં લેબ હોય ત્યાં મોકલવા પડતા હતા. જેના કારણે રિપોર્ટ આવવામાં સમય લાગતો હતો
તપાસ માટે જિલ્લામાં લેબ ના હોવાથી ભારે હાલાકી થતી હતી તેના લીધે ધારાસભ્યના પ્રયાસથી સોનાવાલા હોસ્પિટલ ખાતે લેબ શરૂ કરવામાં આવી છે. આ લેબને આજે સૈારભ પટેલ હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી. બોટાદ શહેરમાં આ લેબ બનતા જિલ્લાના લોકોને ખૂબ મોટો ફાયદો થશે. હવે લોકોને આરટી-પીસીઆર રિપોર્ટની રાહ નહિ જોવી પડે.
