gujarat heart attack/ ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોત

ગુજરાતમાં હાર્ટએટેક જાણે અટકવાનું નામ લેતો નથી. કચ્છમાં 14 વર્ષના કિશોર અને પાલનપુરમાં એક યુવાનનું હાર્ટએટેકના લીધે મોત થયું હોવાનું કહેવાય છે. કચ્છમાં ગાંધીધામમાં 14 વર્ષના કિશોરે હાર્ટએટેકના લીધે જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય છે.

Top Stories Gujarat

અમદાવાદઃ ગુજરાતમાં હાર્ટએટેક જાણે અટકવાનું નામ લેતો નથી. કચ્છમાં 14 વર્ષના કિશોર અને પાલનપુરમાં એક યુવાનનું હાર્ટએટેકના લીધે મોત થયું હોવાનું કહેવાય છે. કચ્છમાં ગાંધીધામમાં 14 વર્ષના કિશોરે હાર્ટએટેકના લીધે જીવ ગુમાવ્યો હોવાનું કહેવાય છે.

કચ્છ જિલ્લાના ગાંધીધામના મીઠીરોહરમાં 14 વર્ષીય કિશોર હાર્ટએટેકના લીધે મૃત્યુ પામ્યો હતો. મીઠીરોહર ગામમાં કંપનીની વસાહતમાં રહેતા 14 વર્ષીય કિશોરને રાત્રિના દોઢ વાગ્યાના સમયે છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તેને સતત ગભરામણ થઈ રહી હતી. તેના પગલે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ રાત્રે તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું હાર્ટએટેકથી મોત થઈ ગયું હતું. પરપ્રાંતીય પરિવારના 14 વર્ષના કિશોરને અચાનક આવેલા હાર્ટએટેકના લીધે સમગ્ર કુટુંબમાં શોકનો માહોલ છવાયો છે.

આ ઉપરાંત સુરતના પાલનપુર કેનાલ રોડ પર રહેતા યુવકની તબિયત લથડ્યા બાદ તેને હોસ્પિટલ લઈ જવાતા તેને ડોક્ટરે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. પાલનપુર કેનાલ રોડ પર રહેતા 43 વર્ષીય અંકિત પંચાલ કાપડ દલાલીના કારોબાર સાથે જોડાયેલા હતા.

તેઓ રવિવારે રાત્રે જમ્યા બાદ સૂઈ ગયા હતા. સવારમાં તેમને જગાડવામાં આવ્યા ત્યારે તેમની તબિયત લથડી હતી. પછી તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમને ત્યાં ડોક્ટરોએ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેઓ અપરીમિત હતા અને માતા સાથે રહેતા હતા. તેમને ત્રણ બહેન છે. તેમના નિધનથી કુટુંબ શોકાતુર છે. માતા એકલી પડી ગઈ છે. આમ ઘરડી માતાનો સહારો છીનવાયો છે.


આ પણ વાંચોઃ ‘પઠાણ’ સામે પડકાર/ વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

આ પણ વાંચોઃ Air Pollution/ દિલ્હી વાયુ પ્રદૂષણને પગલે નિષ્ણાતની ચેતવણી ‘હૃદય અને મગજને પણ અસર કરે છે’

આ પણ વાંચોઃ Death Roads/ બેકાબૂઃ અમદાવાદમાં જીવનને ‘ઓવરટેક’ કરતી ‘ઓવરસ્પીડ’