Mahisagar News : પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ મંજુર થયા બાદ એક વ્યક્તિ પાસેથી રૂ.10,000 ની લાંચ લેતા મહિસાગરના લુણાવાડા તાલુકાની સાવલી ગ્રામ પંચાયતનો ગ્રામ રોજગાર સેવક (કરાર આધારિત )મહેશ પી.વણકર ACBની જાળમાં ફસાયો હતો.
આ કેસની વિગત મુજબ ફરીયાદીનુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજુર થયું હતું. જેમાં તા.10.4.2024ના રોજ રૂ.30,000નો પ્રથમ હપ્તો બરોડા બેંક ખાતામા જમા થયો હતો. બાદમાં બીજો હપ્તો રૂ.80,000નો તા.21.6.2025 ના રોજ જમા થયો હતો. આ કામ બદલ સાવલી ગ્રામ પંયાયતના ગ્રામ રોજગાર સેવક મહેશ વણકરે રૂ.10,000ની લાંચની માંગણી કરી હતી. જેનુ ફરીયાદીએ તેમના મોબાઇલ ફોનમા રેકોર્ડીગ કરી લીધું હતું. ફરીયાદીએ મહેશ વણકરને થોડુ ઓછુ થાય તેમ કરી આપવા જણાવતા આરોપી મહેશ વણકરે ત્રીજો હપ્તો ઓછો પડશે તેમ જણાવી રૂ.10,000ની માંગણી કરી હતી.
જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી, ફરિયાદીએ મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરી હતી. જેને આધારે ACBએ કોઠંબા બસ સ્ટેશન સામે, મુન્નાભાઇ કાછીયાની હોટલ આગળ બજારમા જાહેર રોડ ઉપર છટકુ ગોઠવીને રૂ.10,000ની લાંચ લેતા મહેશ વણકરને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી
આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો
આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન
