Ahmedabad News/ અમદાવાદમાં સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચવાનો બનાવ

આ ગેંગે ઈસનપુર, નારોલ, વટવા અને મણિનગર વિસ્તારમાં ચોરીઓ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹1.15 લાખના સોનાના દાગીના જપ્ત કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:અમદાવાદમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ બાદ, ઈસનપુર પોલીસે હવે કાનમાંથી બુટ્ટી ખેંચીને ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે, જેમાં અનેક ચોરીના કેસ ઉકેલાયા છે.

શહેરના મીરા સિનેમા ચાર રસ્તા નજીકનો બનાવ

ઈસનપુર પોલીસે ત્રણ આરોપીઓની પૂછપરછમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કાનની બુટ્ટી ચોરીના બનાવો બહાર આવ્યા છે. પોલીસના (Police) જણાવ્યા અનુસાર, આ ગેંગે ઈસનપુર, નારોલ, વટવા અને મણિનગર વિસ્તારમાં ચોરીઓ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹1.15 લાખના સોનાના દાગીના (Gold jewelry) જપ્ત કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે 2 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

આરોપીઓની ધરપકડ છતાં, શહેરના મણિનગર વિસ્તારમાં કાનની બુટ્ટી છીનવી લેવાની બીજી ઘટના બની છે. મણિનગરના મીરા સિનેમા ચારરસ્તા પાસે બે તસ્કરોએ એક વૃદ્ધ વ્યક્તિને નિશાન બનાવ્યો હતો. બંને શખ્સોએ દિશા પૂછવાના બહાને વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી હતી અને પરિસ્થિતિનો લાભ લઈને તેમના કાનમાંથી બુટ્ટી છીનવી લીધી હતી અને ભાગી ગયા હતા. બુટ્ટી છીનવાઈ જતા વૃદ્ધ વ્યક્તિ ઘાયલ થયો હતો. મણિનગર પોલીસે બે અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે અને કાનની બુટ્ટી ચોરીની વધતી જતી ઘટનાઓને રોકવા માટે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વધુ એકવાર અમદાવાદ શહેર પોલીસ પર લાંછન, લજવાઈ ‘ખાખી’

આ પણ વાંચો:ટ્રાફિકી આઈ ડિવિઝનના ટ્રાફિક PI ને વેપારીના તોડબાજી કેસમાં કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસ બેડામાં બદલીનો દોર યથાવત, વધુ 10 પોલીસકર્મીઓની બદલી