Not Set/ અમદાવાદ/ લાખો રૂપિયાના મેથામાઈન ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા

અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત ડ્રગ્સ મેથાફેટામાઇનના 38 લાખ રૂપિયાના જથ્થા સાથે ATSએ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ATSએ બાતમીના આધારે શહેરના દાણીલીમડા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ કાર પસાર થતા તેને રોકી હતી. કાર રોકી તપાસ કરી તો તેમાં 380 ગ્રામ મેથાફેટામાઇનનો જથ્થો મળી આવ્યો હતો. મળતી વિગત મુજબ ATSને બાતમી મળી હતી કે, […]

Ahmedabad Gujarat

અમદાવાદ શહેરમાં પ્રતિબંધિત ડ્રગ્સ મેથાફેટામાઇનના 38 લાખ રૂપિયાના જથ્થા સાથે ATSએ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ATSએ બાતમીના આધારે શહેરના દાણીલીમડા ખાતે વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ કાર પસાર થતા તેને રોકી હતી. કાર રોકી તપાસ કરી તો તેમાં 380 ગ્રામ મેથાફેટામાઇનનો જથ્થો મળી આવ્યો હતો.

મળતી વિગત મુજબ ATSને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની કારમાં બે શખ્સો માદક મેથાફેટામાઇનના ગેરકાયદે જથ્થો લઈ દાણીલીમડા ઢોર બજાર થઈ સુએજ ફાર્મથી શાસ્ત્રી બ્રિજ થઈને જુહાપુરા તરફ જવાના છે. બાતમીના આધારે ATSએ વોચ ગોઠવી આરોપીઓની કાર દાણીલીમડા ખાતે રોકી લીધી હતી. કારમાં તપાસ કરતા પોલીસને બાતમી મુજબ મેથાએમ્ફેટામાઈન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જે માદક દ્રવ્યની કિંમત 38 લાખ થાય છે.

પોલીસ તપાસ મુજબ, આરોપીઓ આ માદક દ્રવ્ય એક મધ્યપ્રદેશના પ્રતાપગઢના મિત્ર અકબરખાંન પઠાણ મારફતે ઇન્દોરથી ખરીદીને લઈ ને આવ્યા હતા. પોલીસે આરોપી નસરુદ્દીન કાઠિયારા અને જાવેદ અલીને હિરાસતમાં લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે. બંને આરોપીઓ અમદાવાદના રહેવાસી છે.

હાલ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આરોપીઓ આ માદક દ્રવ્યનો વેપાર અમદાવાદમાં કેટલા સમયથી કરી રહ્યાં છે અને કોણ તેમની પાસેથી આ ડ્રગની ખરીદી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.