Bhavnagar News/ ભાવનગરમાં સાધુ સમાજની સમાધિઓ તોડાતા વિવાદ

ભાવનગરમાં સાધુ સમાજની સમાધિઓ તોડવામાં આવી છે. ઘોઘામાં અસામાજિક તત્વોએએ આ સમાધિ તોડી છે. સમાધિની દેરીઓને તોડીને નુકસાન કરવામાં આવ્યું છે. 12 દેરીઓને નુકસાન કરવામાં આવ્યું છે.

Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરમાં સાધુ સમાજની સમાધિઓ તોડવામાં આવી છે. ઘોઘામાં અસામાજિક તત્વોએએ આ સમાધિ તોડી છે. સમાધિની દેરીઓને તોડીને નુકસાન કરવામાં આવ્યું છે. 12 દેરીઓને ક્ષતિગ્રસ્ત કરવામાં આવી છે.

આ ઘટનાના પગલે હિંદુ સમાજના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા છે. લાગણી દુભવવાનો પ્રયત્ન કરતી ઘટનાના લીધે લોકોમાં આક્રોશ ફેલાયો છે. સમાજના લોકોએ પોલીસ સ્ટેશનમાં તેના અંગે લેખિત રજૂઆત આપી છે. પીએસઆઈ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી છે.

આ દેરીઓમાં 11 દેરી સાધુ સમાજની છે અને એક મેર પરિવારની છે. આ કુલ 12 દેરીઓને નુકસાન કરવામાં આવ્યું છે. આ ઘટના બનતા સાધુ સમાજ, રાવળદેવ સમાજ અને મેર પરિવારના લોકો ઘોઘા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.કે. ગોસ્વામીને લેખિતમાં રજૂઆત કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને પીએસઆઈ બી.કે. ગોસ્વામી દ્વારા પણ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે ફરિયાદીઓને હૈયાધારણ આપી છે કે આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો: વાજતે ગાજતે ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા યોજાઈ

આ પણ વાંચો: વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

આ પણ વાંચો: સાણંદમાં ફૂડ પોઈઝનિંગ થતાં 50થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર