પ્રહાર/ કોંગ્રેસના દિગ્ગજ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ મોરબી ઘટના પર રાજ્ય સરકાર લગાવ્યા ગંભીર આરોપ, કોઈ કુદરતી અકસ્માત નથી, માનવ સર્જિત દુર્ઘટના છે

ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે.

Top Stories Gujarat

ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત નીપજ્યા છે તે અંગે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી પરંતુ સ્થાનિક ડોક્ટરો અનુસાર, આ ગોઝારી ઘટનામાં 40-45 બાળકોના મોત થયા હોવાનું જણાવી રહ્યા છે.આ ઘટનામાં હવે રાજકારણ શરૂ થઇ ગયો છે.આ મામલે કોંગ્રેસના દિગ્ગજ રાજદિપ સૂરજેવાલાએ  pm મોદી સહિત ગુજરાતના ભાજપના નેતા પર આકરા પ્રહાર કર્યા છે. સૂરજેવાલાએ જણાવ્યું હતું કે મોરબી બ્રિજ અકસ્માતમાં અસંખ્ય જાન ગુમાવ્યાના દર્દનાક સમાચારે સમગ્ર દેશના હૃદયને હચમચાવી નાખ્યું છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના.આ મામલે તેમણે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

 

 

 

આ કોઈ કુદરતી અકસ્માત નથી, માનવ સર્જિત દુર્ઘટના છે.

આ જઘન્ય અપરાધ માટે ગુજરાતની ભાજપ સરકાર સીધી રીતે દોષિત છે.1/4

PM અને CM ગુજરાતી ભાઈઓ અને બહેનોના જીવ પર ₹ 2 લાખ લગાવીને તેમની જવાબદારીમાંથી છટકી ન શકે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મોરબીના ધારાસભ્ય અને મંત્રીને કહેવું પડશે –

1. જ્યારે 26 ઓક્ટોબરે સમારકામ બાદ આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારે બ્રિજ કેવી રીતે તૂટી પડ્યો?

શું આ સીધું ગુનાહિત કાવતરું નથી? 2/4

2. ભાજપ સરકારે “ફિટનેસ સર્ટિફિકેટ” વિના બ્રિજને જાહેર ઉપયોગ માટે કેવી રીતે ખોલવાની મંજૂરી આપી?

શું આ ચૂંટણી આદર્શ આચારસંહિતા લાગુ થયા પહેલા ઉતાવળમાં મત મેળવવા માટે કરવામાં આવી હતી?

3. કંપની/ટ્રસ્ટને પુલના સમારકામનું કામ કેવી રીતે આપવામાં આવ્યું? શું તેમનું ભાજપ સાથે જોડાણ છે? 3/4

4. શું ગુજરાતના ભાઈઓ અને બહેનોની કિંમત માત્ર ₹2 લાખ છે?

શું IAS ભાજપ સરકારમાં શક્તિશાળી હોદ્દા ધરાવતા લોકોની ગુનાહિત ભૂમિકાની તપાસ કરી શકે છે?

5. અકસ્માતની જવાબદારી CM, ભૂપેન્દ્ર પટેલ અને ખુદ સ્થાનિક મંત્રી ક્યારે લેશે?

ગુજરાત તમને ક્યારેય માફ નહિ કરે