Ahmedabad News: સાણંદમાં અણિયાળી ગામે ફૂડ પોઈઝનિંગ થયા હોવાનું સામે આવ્યું છે. 50થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. DYSP અને જિલ્લા પંચાયત પ્રમુખે ઘટનાની જાણકારી મેળવી છે.
માહિતી મુજબ, સાણંદ તાલુકામાં અણિયાળી ગામે ગત સાંજે ફેરિયો ખમણ વેચવા આવ્યો હતો, ત્યારબાદ અંદાજે 65 લોકોએ ખમણ ખાધા બાદ તેમની તબિયત લથડવા લાગી હતી. ઝાડા, ઊલટી, પેટમાં દુ:ખાવો થતાં લોકોને નજીકના બાવળા વેદાંતા હોસ્પિટલમાં 2 જેટલા લોકો, 12 ને CHC સેન્ટર બાવળા સહિતની નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 16 લોકોને સાણંદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
હાલમાં 21 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 16 જેટલા બાળકો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બધા દર્દીઓની હાલત અત્યારે સ્થિર છે. અલગ અલગ સરકારી હોસ્પિટલમાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે 3 બાળકોના નિષ્ણાંત તબીબોને બોલાવવામાં આવ્યા હતા. સાણંદ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું છે કે, હોસ્પિટલના તમામ સ્ટાફને ખડે પગે રાખવા સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ
આ પણ વાંચો: કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
