Aravalli News/ ખેડૂતોને બજાર ભાવ ન મળતા લાખોનું નુકસાન, ખેડૂતોને કિલો ટામેટાના માત્ર 2 રૂપિયા..

અરવલ્લી જિલ્લામાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળતા રડવાનો વારો આવ્યો છે. ક્યારેક કુદરતી આપદા હોય તો ક્યારેક બજારમાં ભાવ ન મળતા ખેડૂતોની સમસ્યા સતત વધી રહે છે…

Top Stories Gujarat Others Breaking News

Arvalli News : રાજ્યમાં એક સમય હતો જ્યારે ટામેટાનો ભાવ 150થી 160 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હતો. જોકે, આજની પરિસ્થિતિ બિલકૂલ અલગ જોવી મળી રહી છે, વર્તમાન પરિસ્થિતિ મુજબ ટામેટાની ખેતી કરતા ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો 500થી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવી હતી. ટામેટાની આવક પણ પુષ્કળ થઈ છે, પરંતુ ખેડૂતોને ભાવ ન મળતાં ખેડૂતો રડવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થઈ છે. ખેડૂતોને ટામેટાના યોગ્ય ભાવ ન મળતા હવે ખેતી બંધ કરવાનો વારો આવ્યો છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખેતીની મબલખ આવક થતી હોય છે, પરંતુ અરવલ્લી જિલ્લાની સ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં 500થી વધુ હેક્ટરમાં ટામેટાની ખેતી કરવામાં આવી છે પરંતુ બજાર ભાવ ન મળવાના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતો કોડીના ભાવે ટામેટા વેચવા માટે મજબૂર બન્યા છે. શિયાળામાં સામાન્ય રીતે ટામેટાના ભાવ ઘટે નહીં પરંતુ, આ વખતે ભાવ ઘટવાના કારણ પણ ખેડૂતોને લાખોનું નુકસાન થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે શિયાળામાં ટામેટાની મબલખ આવક થતાં ભાવ ઘટ્યા છે. જરૂરિયાત કરતાં વધારે ટામેટાનું ઉત્પાદન થતાં બજારમાં ટામેટાની નિકાસ  થઈ રહી નથી. વધુ પડતી આવકના કારણે વેપારીઓ ભાવ ઘટાડી રહ્યા છે. ખેડૂતોને વેપારીઓ કિલો ટામેટાના માત્ર 2 રૂપિયા આપી રહ્યા છે.જો ખેડૂતોને ટામેટાનો પ્રતિ કિલોએ 2 રૂપિયાનો ભાવ મળતો હોય તો ખેડૂતો આવો ભાવ લેવા કરતાં ટામેટાના છોડ કાઢી નાખવા અથવા તો ટામેટાનો પાક ઢોરને ખવડાવી દેવાનું યોગ્ય ગણી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા અને ધનસુરા તાલુકામાં ટામેટાંની ખેતી કરતા ખેડૂતોને એક વિઘે 25000 થી વધુનો ખર્ચ થાય છે. પરંતુ ઉત્પાદનના યોગ્ય ભાવ ન મળતાં બજારમાં ટામેટાં વેચવાની જગ્યાએ ગાય અને ભેંસને ચારા રૂપે ટામેટાં ખવડાવવા મજબૂર થયા છે. હવે ટામેટાના ભાવ માટે સરકાર શું નિર્ણય કરશે કે નહીં તે જોવાનું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગોકળગાય ગતિએ મગફળીની ખરીદી: ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

આ પણ વાંચો: કરોડો ખેડૂતો માટે સારા સમાચાર, PM કિસાનનો 19મો હપ્તો આ દિવસે બહાર પાડવામાં આવશે

આ પણ વાંચો: બજેટથી ગુજરાતીઓ સાથે સમગ્ર દેશના ખેડૂતો, મહિલાઓ, ગરીબો, યુવાનો અને મધ્યમ વર્ગને નિરાશા