Ahmedabad : ગુજરાતમાં મગફળી ખરીદીમાં ધીમી ગતિના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે આક્ષેપ કર્યો છે કે સરકારનો ઈરાદો ખેડૂતોના બદલે વેપારીઓના હિતમાં છે. સરકારે નક્કી કરેલા સમયગાળામાં માત્ર 2.70 લાખ મેટ્રિક ટન મગફળી જ ખરીદવામાં આવી છે, જ્યારે કુલ 13 લાખ મેટ્રિક ટન ખરીદવાનું લક્ષ્ય હતું. ગોડાઉન અને બારદાનની અછતના કારણે અનેક ખરીદ કેન્દ્રો બંધ છે.
પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે 13 લાખ ટન મગફળી ખરીદવાની મંજૂરી આપી છે, તો પછી ગોડાઉન, બારદાન, સુતળી જેવી જરૂરી વસ્તુઓની વ્યવસ્થા શા માટે કરવામાં આવી નથી? આ પદ્ધતિ મુજબ કામ ચાલુ રહેશે તો ખેડૂતોને પોતાના પાકની રકમ મેળવવામાં જે ૩૦ દિવસમાં નાણા ચુકવણી કરવામાં આવે છે તેમાં 4 મહિના જેટલો સમય લાગશે. પટેલે રાજ્ય સરકારને અપીલ કરી છે કે તેઓ 13 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરે અને ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરવામા આવે.
રાજ્ય સરકારનું તંત્ર બેદરકારીથી કામ કરી રહ્યું છે, સરકારને મારી વિનંતી છે કે ૧૩ લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવા માટે જે જે સામગ્રી અને સુવિધા ઉપલબ્ધ કરવાની થતી હોઈ તે વહેલી તકે ઉપલબ્ધ કરાવી ખેડૂતોના ભલામાં ત્વરિત કાર્યવાહી કરે.
આ પણ વાંચો: ખેડૂતો આનંદો! ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત પ્રથમ
આ પણ વાંચો: ખેડૂતો પર 350 કરોડ રૂપિયાનું આર્થિક ભાર, IFFCO દ્વારા ફોસ્ફેટિક ખાતરોમાં 250 રૂપિયા નો ભાવ વધારો
આ પણ વાંચો: જામનગરમાં ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
