international news/ ઈરાનનો અમેરિકાને પડકાર- ‘અમારા પ્રસ્તાવ સ્વીકારો નહીંતર પરમાણુ હુમલા માટે તૈયાર રહો’

ઈરાને (Iran)અમેરિકાને ચેતવણી આપી છે કે જો હુમલો થયો તો તે 90% શુદ્ધ યુરેનિયમ તૈયાર કરશે, જે પરમાણુ હથિયાર માટે વપરાય છે. સીઝફાયર વચ્ચે ઈરાનના આ આક્રમક વલણથી મધ્ય-પૂર્વમાં તણાવ વધ્યો છે.

international Top Stories World
Iran

International Conflict 2026: ઈરાન (Iran)અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ઈરાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે જો તેના પર ફરીથી હુમલો કરવામાં આવશે, તો તે યુરેનિયમને 90% સુધી શુદ્ધ (Enrich) કરશે. આ સ્તરનું યુરેનિયમ સીધું જ પરમાણુ હથિયાર બનાવવા માટે સક્ષમ માનવામાં આવે છે.

ઈરાનનું આક્રમક વલણ (Iran)

ઈરાનની (Iran) સંસદના પ્રવક્તા ઈબ્રાહિમ રેઝાઈએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ કડક સંદેશ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન પરમાણુ ક્ષમતા વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

હાલમાં ઈરાન પાસે 60% શુદ્ધ હોય તેવું આશરે 400 કિલો યુરેનિયમ હોવાનું મનાય છે. જોકે, જૂન 2025માં અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ઈરાનની સંવર્ધન ક્ષમતાને કેટલું નુકસાન થયું હતું અને આ જથ્થો અત્યારે ક્યાં છે, તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી.

અમેરિકા સતત દબાણ કરી રહ્યું છે કે ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરી દે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે જ્યાં સુધી ઈરાન આ સંવર્ધિત યુરેનિયમનો જથ્થો હટાવશે નહીં, ત્યાં સુધી જોખમ યથાવત રહેશે.

સીઝફાયર છતાં તણાવ યથાવત

28 ફેબ્રુઆરી થી ચાલી રહેલા જંગમાં અત્યારે સીઝફાયર (યુદ્ધવિરામ) અમલી છે, પરંતુ તેને અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. બંને પક્ષો હજુ સુધી કોઈ નક્કર સમજૂતી પર પહોંચ્યા નથી.

ઈરાનના (Iran) સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફનું કહેવું છે કે અમેરિકા પાસે ઈરાનનો 14 મુદ્દાનો પ્રસ્તાવ સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી.

ગાલિબાફે ચેતવણી આપી છે કે અમેરિકા જેટલો વિલંબ કરશે, ત્યાંના ટેક્સપેયર્સને તેટલી મોટી કિંમત ચૂકવવી પડશે. ઈરાન પલટવાર કરવા માટે તૈયાર છે અને એવો હુમલો કરશે કે અમેરિકા પણ ચોંકી જશે.

શું દુનિયા પરમાણુ યુદ્ધ તરફ છે?

પરમાણુ હથિયાર માટે યુરેનિયમની શુદ્ધતા 90% હોવી અનિવાર્ય છે. ઈરાનનું આ નિવેદન દર્શાવે છે કે તે પરમાણુ બોમ્બ બનાવવાની ખૂબ જ નજીક છે. જો ઈરાન આ દિશામાં આગળ વધશે, તો અમેરિકા અને ઈઝરાયલ તરફથી મોટા સૈન્ય ઓપરેશનની શક્યતા નકારી શકાય તેમ નથી.


આ પણ વાંચો :શું પાકિસ્તાને નૂર ખાન એરબેઝ પર ઈરાની વાયુસેનાને છુપાવી? અમેરિકી સેનેટરે આપી ચેતવણી

આ પણ વાંચો :ઈરાને અમેરિકાના 228 સૈન્ય મથકો કર્યા તબાહ, સેટેલાઈટ તસવીરોથી ખુલાસો