Sprts News 2026: રમતગમત અને ગ્લેમર જગતનો જાણીતો ચહેરો સલીલ અંકોલા (Salil Ankola) હાલ જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને લોકપ્રિય અભિનેતા સલીલ અંકોલા હાલ ગંભીર માનસિક તણાવ (Depression) સામે જંગ લડી રહ્યા છે. તેમની પત્ની ડૉ. રિયા બેનર્જીએ પુષ્ટિ કરી છે કે તેઓ હાલમાં પુણે નજીક એક રિહેબિલિટેશન સેન્ટરમાં સારવાર હેઠળ છે.
Salil Ankola ને માતા-પિતાના નિધનથી લાગ્યો ઊંડો આઘાત
સલીલ અંકોલાના (Salil Ankola) જીવનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલા આઘાતજનક પ્રસંગોએ તેમને માનસિક રીતે તોડી નાખ્યા છે:
કોરોનાકાળ દરમિયાન તેમણે પોતાના પિતાને ગુમાવ્યા હતા.અને ત્યાર બાદ ઓક્ટોબર 2024માં તેમની માતાનું પણ અવસાન થયું હતું. માતા-પિતાના આ આકસ્મિક નિધનને કારણે તેઓ અત્યંત વિચલિત થઈ ગયા હતા અને ધીમે-ધીમે આસપાસની દુનિયા સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો.
રિહેબ સેન્ટરમાં એકાંતવાસ અને સારવાર
ડૉક્ટરોની સલાહ બાદ સલીલ અંકોલાએ (Salil Ankola)સંપૂર્ણપણે દુનિયાથી અલિપ્ત થઈને સારવાર કરાવવાનો નિર્ણય લીધો છે:
રિહેબ સેન્ટરમાં તેમને ફોન અને બાહ્ય દુનિયાથી દૂર રાખવામાં આવ્યા છે. આ ‘શટડાઉન’ પિરિયડ તેમની રિકવરી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમ જ હાલમાં તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેઓ નિયમિત કસરત અને વર્કઆઉટ પર ધ્યાન આપી રહ્યા છે. પરિવારને આશા છે કે તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઈને ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.
ભૂતકાળનો સંઘર્ષ અને લત પર વિજય
સલીલ અંકોલા અગાઉ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી ચૂક્યા છે. વર્ષ 2012માં તેઓ દારૂની લત (Alcohol Addiction)નો શિકાર બન્યા હતા, પરંતુ મક્કમ મનોબળથી તેમણે તે લત પર વિજય મેળવ્યો હતો. અત્યારે તેઓ માત્ર ડિપ્રેશન અને ઈમોશનલ સ્ટ્રેસમાંથી બહાર આવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરો અને સમગ્ર રમત જગત તરફથી તેમને આ મુશ્કેલ સમયમાં પૂરો સહયોગ મળી રહ્યો છે.
આ પણ વાંચો: એકાંતવાસમાં જીવી રહ્યા છે સલીલ અંકોલા, માતા-પિતાના નિધન બાદ માનસિક તણાવમાં ઘેરાયા
આ પણ વાંચો: ‘યુઝી પાસે બોલિંગ કેમ ન કરાવી?’ શ્રેયસ અય્યરે કર્યો ખુલાસો, મોહમ્મદ કૈફે વ્યક્ત કરી હેરાની
આ પણ વાંચો: વિરાટ વિરુદ્ધ ઝેર ઓકવા માટે મોડેલને અપાઈ હતી પૈસાની લાલચ, સોશિયલ મીડિયા પર પર્દાફાશ

