Amreli News/ PM મોદીની અપીલની અસર: CM ભૂપેન્દ્ર પટેલે VIP કાફલો ઘટાડ્યો

રાજુલામાં ₹22 કરોડના ખર્ચે બનેલી 108 બેડની હોસ્પિટલનું લોકાર્પણ, CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) માત્ર બે કારના કાફલા સાથે પહોંચતા VIP કલ્ચર ઘટાડવાનો મજબૂત સંદેશ આપ્યો.

Top Stories Gujarat Others Breaking News
CM Bhupendra Patelનો નિર્ણય:લાંબા કાફલા બદલે માત્ર 2 કાર

Amreli News: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આજે Rajula ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત 108 બેડની અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. ‘મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર’ નામની આ હોસ્પિટલ રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ અને વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવી છે.

VIP કલ્ચર ઘટાડવાનો સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા આપવામાં આવેલી ‘VIP કલ્ચર ઘટાડવાની’ અપીલને સાર્થક કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) માત્ર બે કારના નાના કાફલા સાથે રાજુલા પહોંચ્યા હતા. સામાન્ય રીતે મોટા કાફલાઓ સાથે મુસાફરી કરતા મુખ્યમંત્રીનો આ સાદગીભર્યો અભિગમ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય મંત્રીઓએ પણ લીધો મહત્વનો નિર્ણય

કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ (C. R. Patil) સહિત રાજ્યના મંત્રી પ્રફુલ પાનશેરિયા (Praful Pansheriya) અને કાંતિ અમૃતિયા (Kanti Amrutiya)એ પણ પાયલોટિંગ કારનો ઉપયોગ બંધ કરવાની જાહેરાત કરી છે. જ્યારે હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગ્રામ્ય વિસ્તારોને મળશે મોટી રાહત

108 બેડની આ હોસ્પિટલ શરૂ થતાં હવે રાજુલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને સારવાર માટે મોટા શહેરોમાં જવાની જરૂર નહીં રહે. અહીં તમામ પ્રકારની સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ બનતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી આર્થિક રાહત મળશે.

આરોગ્ય ક્ષેત્રે નવી દિશા

આ હોસ્પિટલમાં આધુનિક ટ્રોમા કેર, ઇમરજન્સી સારવાર અને વિશેષજ્ઞ ડોક્ટરોની સુવિધા ઉપલબ્ધ રહેશે. સ્થાનિક લોકો માટે આ પ્રકલ્પ આરોગ્ય સેવાઓમાં એક નવો માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો:ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને કડક ટકોર,‘હું જ સિસ્ટમ’નો અહંકાર છોડવા સૂચના

આ પણ વાંચો:રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ થીમ સાથે સુરતમાં સાઉથ ઝોન VGRCનો ભવ્ય પ્રારંભ  કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ…

આ પણ વાંચો:ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી ‘સ્માર્ટ GIDC’, CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત