National News/ અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું 38 વર્ષની વયે નિધન, લખનઉમાં હોસ્પિટલ પહોંચે તે પહેલા તોડ્યો દમ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું (Prateek Yadav) 38 વર્ષની વયે નિધન થયું છે. મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને અપર્ણા યાદવના પતિ પ્રતીક યાદવના અકાળે અવસાનથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

NATIONAL Top Stories India
Prateek Yadav

National News 2026: સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના પરિવારમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. અખિલેશ યાદવના સાવકા ભાઈ અને મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવ (Prateek Yadav) નું 38 વર્ષની નાની વયે નિધન થયું છે. બુધવારે (13 મે) સવારે તબિયત લથડતા તેમને લખનઉની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

યાદવ પરિવારના નાના પુત્ર હતા પ્રતીક

પ્રતીક યાદવ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક દિવંગત મુલાયમ સિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. તે ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ દંપતી વચ્ચે પારિવારિક વિખવાદના અહેવાલો ચર્ચામાં હતા, પરંતુ તેઓ પરિવાર સાથે જ રહેતા હતા.

Prateek Yadav ના મૃત્યુનું કારણ હજુ અકબંધ

પ્રતીક યાદવના (Prateek Yadav) મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અહેવાલો મુજબ:

તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને અગાઉ મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર પણ ચાલી હતી.

પ્રતીક યાદવ (Prateek Yadav) જીમ અને ફિટનેસના ભારે શોખીન હતા. એવી ચર્ચા છે કે તેઓ જીમમાં કસરત દરમિયાન વિવિધ દવાઓનું સેવન પણ કરતા હતા.

આજે સવારે સ્થિતિ વધુ બગડતા હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું નિધન થયું હતું.

Prateek Yadav

અખિલેશ યાદવનું નિવેદન

ભાઈના નિધન પર શોક વ્યક્ત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, “પ્રતીક તેના સ્વાસ્થ્યને લઈને જાગૃત હતો અને બિઝનેસમાં ભારે વ્યસ્ત રહેતો હતો. અનેકવાર બિઝનેસમાં થતું નુકસાન વ્યક્તિને માનસિક રીતે પરેશાન કરી મૂકે છે. હું બે મહિના અગાઉ તેને મળ્યો હતો અને બિઝનેસ પર ધ્યાન આપવા કહ્યું હતું. તે સારો છોકરો હતો, અમારો સંપૂર્ણ પરિવાર આ દુઃખની ઘડીમાં સાથે છે.”

રાજકારણથી રહ્યા દૂર, બિઝનેસમાં બનાવી ઓળખ

યાદવ પરિવારના રાજકીય પ્રભુત્વ વચ્ચે પણ પ્રતીક યાદવે (Prateek Yadav) ક્યારેય સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું ન હતું:

તેમણે લંડનની યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી MBA ની પદવી મેળવી હતી.

તેઓ રિયલ એસ્ટેટ અને ફિટનેસ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા અને લખનઉમાં પોતાનું જીમ ચલાવતા હતા.

વર્ષ 2017 માં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ચૂંટણી લડવાને બદલે પોતાના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રતીક યાદવના અકાળે અવસાનથી સમગ્ર યાદવ પરિવાર અને કાર્યકરોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે


આ પણ વાંચો:  સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:  ‘તારક મહેતા’ ફેઇમ દિશા વાકાણીના પિતાની અંતિમ વિદાય…કલાજગતના સુપ્રસિદ્ધ મોવડી ભીમ વાકાણીનું નિધન…

આ પણ વાંચો: દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજ પર દુખનો પહાડ તૂટ્યો, માતાના નિધનથી ફિલ્મ જગતમાં શોક