Gandhinagar News/ ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને કડક ટકોર,‘હું જ સિસ્ટમ’નો અહંકાર છોડવા સૂચના

મુખ્યમંત્રીએ કલેક્ટર(Collectors)ની શક્તિ વિશે જણાવતાં કહ્યું કે જો તે શક્તિનો ઉપયોગ અરજદારોના કામ સરળતાથી અને હસતા મોઢે કરવા માટે થાય, તો શાસન વધુ અસરકારક બની શકે

Gujarat Gandhinagar
અડાલજ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ચિંતન શિબિરના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ કલેક્ટરો(Collectors) અને વહીવટી અધિકારીઓને લોકાભિમુખ કામગીરી માટે માર્ગદર્શન આપ્યું.

Gandhinagar News : ભૂપેન્દ્ર પટેલએ મહેસૂલ વિભાગના અધિકારીઓને કડક સંદેશ આપતા કહ્યું કે શાસનમાં ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અનિવાર્ય છે અને “હું જ સિસ્ટમ ચલાવું છું” જેવા અહંકારને મનમાંથી દૂર કરવો જરૂરી છે. અડાલજ ખાતે યોજાયેલી ત્રિ-દિવસીય ચિંતન શિબિરના પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રીએ કલેક્ટરો(Collectors) અને વહીવટી અધિકારીઓને લોકાભિમુખ કામગીરી માટે માર્ગદર્શન આપ્યું.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે મહેસૂલ વિભાગમાં સતત પડકારો આવે છે, પરંતુ જવાબદારીપૂર્વક અને પારદર્શક રીતે કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે IAS બનવા માટે અધિકારીઓએ ભારે મહેનત કરી છે, તેથી એકાદ વ્યક્તિની ભૂલથી સમગ્ર વિભાગની છબી ખરાબ ન થવી જોઈએ. અધિકારીઓને નિર્ભય બનીને કામ કરવા અને વ્યક્તિગત સમસ્યાઓ માટે સીધો સંપર્ક કરવા પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

“દર 15 દિવસે કલેક્ટરે(Collectors) પોતાના કામનું ચિંતન કરવું જોઈએ

‘સ્વાગત’ ઓનલાઈન કાર્યક્રમનો ઉલ્લેખ કરતા તેમણે ટકોર કરી કે લોકોના પ્રશ્નો ઉપર સુધી પહોંચે એ પહેલા જ સ્થાનિક સ્તરે ઉકેલવા જોઈએ. “દર 15 દિવસે કલેક્ટરે પોતાના કામનું ચિંતન કરવું જોઈએ,” એમ કહી તેમણે જવાબદારી અને સમયબદ્ધ કામગીરી પર ભાર મૂક્યો.

મુખ્યમંત્રીએ કલેક્ટર(Collectors)ની શક્તિ વિશે જણાવતાં કહ્યું કે જો તે શક્તિનો ઉપયોગ અરજદારોના કામ સરળતાથી અને હસતા મોઢે કરવા માટે થાય, તો શાસન વધુ અસરકારક બની શકે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે સિસ્ટમ કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ તમામના સંયુક્ત પ્રયાસોથી ચાલે છે.

શિબિરમાં નાયબ મુખ્યમંત્રી સહિત મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા, જ્યાં સુશાસન અને કાર્યક્ષમતા વધારવા અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.


આ પણ વાંચો : અમદાવાદ પૂર્વમાં સીએમ ભુપેન્દ્ર પટેલના જબરદસ્ત રોડ-શોએ વાતાવરણમાં ગરમાવો વધાર્યો

આ પણ વાંચો : સુરતમાં સીએમ ભુપેન્દ્ર પટેલનો યોજાશે ભવ્ય રોડ શો

આ પણ વાંચો : સીએમ ભુપેન્દ્ર પટેલનો ચૂંટણી પ્રચારઃ બોડકદેવ-થલતેજમાં જનસમર્થન સંમેલન યોજ્યું