ચુકાદો/ સરકારી અનાજ કૌભાંડ મામલે આણંદના વેપારીના આગોતરા જામીન મંજુર

વર્ષ 2019 દરમિયાન અમદાવાદના સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ થઇ હતી. જે ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ગુજરાત સરકારના હસ્તક્ષેપમાં ચાલતી “સરકારી અનાજ યોજના” માં રેશન કાર્ડ ધરાવતા ધારકોને વિનામૂલ્યે તેમજ બજાર ભાવ કરતા ઓછી કિંમતમાં ઘઉં અને ચોખાનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવતો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેમના હક્કનો […]

Ahmedabad Gujarat

વર્ષ 2019 દરમિયાન અમદાવાદના સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ થઇ હતી. જે ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ગુજરાત સરકારના હસ્તક્ષેપમાં ચાલતી “સરકારી અનાજ યોજના” માં રેશન કાર્ડ ધરાવતા ધારકોને વિનામૂલ્યે તેમજ બજાર ભાવ કરતા ઓછી કિંમતમાં ઘઉં અને ચોખાનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવતો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેમના હક્કનો અનાજ મળી રહે અને સરકારી અનાજના જથ્થાની સાથે કોઈ પણ જાતનું છેડછાડ નથાય તે માટે સરકારે ફિંગર પ્રિન્ટ સિસ્ટમને અમલીકરણમાં મૂકી હતી. ફિંગરપ્રિન્ટ મારફતે લોકોને પૂરતો જથ્થો મળી રહેતા અનાજ માફિયાઓના પેટ ઉપર જોરદાર લાત પડી હતી.

કેટલાક ભેગાભાજ સરકારી અનાજના વેપારીઓએ બોગસ ફિંગરપ્રિન્ટની સિસ્ટમને ગેરકાયદેસર રીતે અપનાવીને લાભાર્થીઓના હક્કનું સરકારી અનાજની ચોરી ચાલુ કરી હતી. આ અંગેની ગંધ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના પાસે  આવતા તેમણે કેટલાક ઈસમોની સામે કાયદેસરની ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરતા ગુજરાતમાંથી એક પછી એક 200 જેટલા જુદા જુદા વેપારીઓના નામ સરકારી અનાજની ચોરી કરવાના મામલે ખુલ્યા હતા. જેમાંથી 100 જેટલા વેપારીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે બાકીના 100 વેપારીઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

પકડાયેલા 100 આરોપીઓએ વારાફરતી જામીન અરજી અમદાવાદની સેશન્સ કોર્ટમાં મુકતા નામદાર કોર્ટે કેસને લગતા પુરાવા અને પરિસ્થિતિને દયાને રાખીને તમામની જામીન અરજીને મંજુર કરી હતી.

આ જ મામલે આણંદના રહેવાસી અને સરકારી અનાજની દુકાન ધરાવતા વોરા અબ્દુલ કરીમનું પણ તપાસમાં નામ ખુલતા પોલીસે તેમની અટકાયત કરવાનું શરૂ કરતા અરજદારે પોલીસની પકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા નામદાર કોર્ટે અરજદાર વોરા અબ્દુલ કરીમ સહીત 7 જેટલા અલગ અલગ વેપારીઓની આગોતરા જામીન અરજીને મંજુર કરી હતી.