Surat News: સુરત (Surat)ના ઉધના (Udhna) વિસ્તારમાં ‘રાહુલ એપાર્ટમેન્ટ’ નામની ગેંગ ચલાવતા રાહુલ દીપડે (Rahul Dipde) પર ઉધના પોલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં સરકારી નિવાસસ્થાન પાસે બનેલા ત્રણ ગેરકાયદેસર મકાનોને (Demolition) તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ મળતાની સાથે જ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસ શહેરના ચારેય ઝોનમાં અસામાજિક તત્વોની વિગતવાર યાદી પણ તૈયાર કરી રહી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે 1300 ગુનેગારોની યાદી તૈયાર કરી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ પોલીસે ગેંગના નામ સાથે 1300થી પણ વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યુ છે. આ 100 કલાકના અભિયાન હેઠળ સુરત ક્રાઈમ બ્રાન્ચે 22 લોકોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, જ્યાં તેમને ‘કાન પકડીને’ બેસવાની ફરજ પાડવામાં આવી હતી. સુરત પોલીસે આ લોકોની વારંવાર પૂછપરછ કરી અને સ્પષ્ટ કર્યું કે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ કાયદાનો ડર બતાવ્યો હતો.
સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે DGP વિકાસ સહાયે સમગ્ર ગુજરાતની પોલીસને 100 કલાકમાં ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યાંકમાં, અસામાજિક તત્વો, બૉડી ઓફેન્સમાં સંડોવાયેલ ગુનેગારો, ઓર્ગેનાઈઝ અને મિલકતના ગુનાઓની યાદી તૈયાર કરવામાં આવી છે અને આ દિશામાં તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ગેંગ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદમાંથી અંદાજે 83 કરોડથી વધુનું સોનુ પકડાયું
આ પણ વાંચો:એરપોર્ટ વિસ્તારમાં હોટેલમાં મહિલાની હત્યા કરનારો પ્રેમી ઝડપાયો
આ પણ વાંચો:અમદાવાદના આંબારેલી અને કોકા ગામ વચ્ચે બેફામ ખનીજ ખનન