Uttar Pradesh News:/ યુપીમાં કન્ટેનર ટ્રક અને માલગાડી વચ્ચે ભીષણ અથડામણ, ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ

સોનુ ચૌધરી નામના 28 વર્ષીય ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દુર્ઘટનાને કારણે રેલ્વે વિભાગની કામગીરી ખોરવાઈ ગઈ હતી.

Top Stories India

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અમેઠી (Amethi) જિલ્લામાં માલગાડી અને કન્ટેનર ટ્રક વચ્ચે અથડામણમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. અહેવાલો અનુસાર, લખનૌ-વારાણસી (વાયા સુલ્તાનપુર) રેલ્વે વિભાગના રેલ્વે ફાટક પર એક કન્ટેનર ટ્રક અને માલગાડી વચ્ચે અથડામણ થઈ હતી. મંગળવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઘટનામાં ટ્રકનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. સોનુ ચૌધરી નામના 28 વર્ષીય ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે દુર્ઘટનાને કારણે રેલ્વે વિભાગની કામગીરી ખોરવાઈ ગઈ હતી.

ટ્રકને 100 મીટર સુધી ખેંચવામાં આવી હતી

પોલીસે જણાવ્યું કે આ ઘટના સોમવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની જ્યારે રેલવે ફાટક ખુલ્લો હતો અને ગેટમેન પણ ત્યાં નહોતો. તેણે જણાવ્યું કે આ દરમિયાન ફાટક ક્રોસ કરતી ટ્રક ટ્રેક પર ફસાઈ ગઈ અને માલગાડી કન્ટેનર સાથે અથડાઈ. પોલીસે જણાવ્યું કે માલગાડી અને કન્ટેનર વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે કન્ટેનર લગભગ 100 મીટર સુધી ખેંચાઈ ગયું અને સંપૂર્ણ રીતે નાશ પામ્યું. અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટનામાં કન્ટેનર ડ્રાઇવર સોનુ ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયો છે.

ડ્રાઈવરને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો

પોલીસે જણાવ્યું કે ઘાયલ ડ્રાઈવર સોનુ ચૌધરીને પહેલા જગદીશપુરના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેની ગંભીર સ્થિતિને જોતા તેને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં રેલવે ટ્રેક અને પાવર લાઇનને પણ ભારે નુકસાન થયું છે. ટક્કર બાદ માલગાડી લાંબા સમય સુધી રોકાઈ ગઈ હતી અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. લખનૌ ડિવિઝનના રેલ્વે મેનેજર સચિન્દ્ર મોહન શર્માએ ટ્રેક અને પાવર લાઈનોનું સમારકામ કર્યા બાદ રેલ ટ્રાફિક પુનઃસ્થાપિત કરવાની વાત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:2 માર્ગ અકસ્માતમાં 11ના મોત,MPના ચિત્રકૂટમાં બસ-બોલેરોની ટક્કર, યુપીના પીલીભીતમાં કાર ઝાડ સાથે અથડાઈ

આ પણ વાંચો:વરૂણ ગાંધીને જો ભાજપની ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે પીલીભીતથી ચૂંટણી લડવાની અટકળો

આ પણ વાંચો:ટિકિટ કાપવા પર વરુણ ગાંધીને કેમ યાદ આવ્યો ત્રણ વર્ષનો બાળક, પીલીભીતને પત્ર લખ્યો