Umreth News/ ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર

ભાજપે ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદ પરમારના અચાનક મૃત્યુના પગલે યોજાનારી આગામી પેટાચૂંટણીમાં તેમના જ પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે. પક્ષનું માનવું છે કે ગોવિંદ પરમારના મૃત્યુના પગલે તેમના પુત્રને ટિકિટ અપાતા પક્ષને સહાનુભૂતિનો લાભ મળી શકે છે.

Top Stories Gujarat Others Breaking News

Umreth News: ભાજપે ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપે ઉમરેઠ પેટાચૂંટણી માટે મૃતક ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને જ ટિકિટ આપી છે. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર ભાજપના ઉમેદવાર છે. ગોવિંદ પરમારના અવસાન બાદ ઉમરેઠ બેઠક ખાલી પડી હતી અને પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

કોણ છે હર્ષદ પરમાર?

ભાજપે ઉમરેઠ બેઠક માટે હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર છે. પરમાર ઉમરેઠ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય હતા. ગોવિંદ પરમારના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી અને પેટાચૂંટણી 23 એપ્રિલે યોજાવાની છે. ભાજપે આ બેઠક માટે યુવા ઉમેદવાર હર્ષદ પરમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આણંદના ઉમરેઠથી ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાનથી ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી 23 એપ્રિલે યોજાશે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી માટે ચૂંટણી જાહેરનામું આજે જારી કરવામાં આવ્યું છે, જેનાથી ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો ભરી શકશે.

ચૂંટણીની ચાલી રહી છે તડામાર તૈયારીઓ

આણંદમાં પોલીસને 23 એપ્રિલના રોજ ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ અને ભયમુક્ત મતદાન વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. પોલીસની ફરજો અને સત્તાઓ તેમજ ચૂંટણી દરમિયાન ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:  ઉમરેઠમાં 23 એપ્રિલના રોજ યોજાશે પેટાચૂંટણી, 4મીએ પરિણામ

આ પણ વાંચો:  ઉમરેઠમાં કોંગ્રેસ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા

આ પણ વાંચો:  ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ અંગે માર્ગદર્શક સૂચનાઓ…