India Pakistan News: ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સરકારે આર્મી ચીફને હટાવી દીધા છે અને તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આસીમ મુનીર પર પોતાના અંગત એજન્ડાને આગળ ધપાવવાનો આરોપ છે.
સૈયદ અસીમ મુનીર અહેમદ શાહ પાકિસ્તાનના આર્મી ચીફ હતા અને તેઓ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હતા. વર્ષ 2022 થી, તેઓ પાકિસ્તાન આર્મીના 11મા ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે સેવા આપી રહ્યા હતા. આર્મી ચીફ બનતા પહેલા, તેઓ GHQ માં ક્વાર્ટરમાસ્ટર જનરલ તરીકે પોસ્ટેડ હતા.
પાકિસ્તાનમાં, આર્મી ચીફની નિમણૂક સામાન્ય રીતે 3 વર્ષના કાર્યકાળ માટે થાય છે. આ મુજબ, અસીમ મુનીરનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થવાનો હતો પરંતુ કાયદામાં ફેરફાર કરીને તેને 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવ્યો. આ પછી, આસીમ મુનીરનો કાર્યકાળ નવેમ્બર 2027 સુધી હતો પરંતુ સમાચાર અનુસાર, હવે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પાકિસ્તાનને હવે નવા સેના પ્રમુખ મળી શકે છે.
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના આખા પરિવારનો ખાતમો
આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર નામ શા માટે પસંદ કરવામાં આવ્યું?
આ પણ વાંચો:પાકિસ્તાન અને PoKમાં 9 આતંકી ઠેકાણાઓ પર મિસાઈલ એટેક
