Ahmedabad News: અમદાવાદમાં અલકાયદા સાથે સંકળાયેલા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, આ પકડાયેલા મોટા હુમલાની ફિરાકમાં હતા. આ બતાવે છે કે બહુ જ મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જો આ આતંકવાદીઓ પકડાયા ન હોત તો મોટો આતંકવાદી હુમલો થયો હતો.
આતંકવાદીઓઓ સોશિયલ મીડિયા પર કરેલી ચેટમાં આ બધો ખુલાસો થયો છે. આ આતંકવાદીઓ મોટા હુમલાનું કામ પૂરું થતાં જ અરબી દેશમાં પલાયન થવાના હતા. દિલ્હીનો મોહમ્મદ ફૈક પાકના બે આકાઓના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો હતો. આ આતંકવાદીઓ સાતથી પણ વધુ ગ્રુપમાં જોડાયેલા હતા. આતંકવાદીઓના ગ્રુપમાં 20થી પણ વધુ સભ્યો સામેલ હોવાનો ખુલાસો થયો છે. આતંકવાદી ફરદીન શેખ અને ઝિશાને હુમલાનું પ્લાનિંગ કર્યુ હતું.
ગુજરાત એટીએસ તો તપાસ કરી જ રહી છે અને તલસ્પર્શી પણ તપાસ કરી રહી છે. તેની સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ છે, આ સિવાય સાઇબર સેલને પણ તેમા જોડવામાં આવ્યા છે. હવે આ આતંકવાદીઓના ગ્રુપમાં બીજા સભ્યો પણ હોવાનું માલૂમ પડતા આગામી દિવસોમાં આ તપાસ એનઆઇએને સોંપવામાં આવે તો આશ્ચર્ય નહીં લાગે. આતંકીઓ પાસેથી મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે અને તેને ફોરેન્સિક તપાસમાં મોકલી આપ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, ખંડણીને લઇને 15થી વધુ લોકોએ વેપારીને માર્યો માર
આ પણ વાંચો:અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક
