Not Set/ ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ થયા, અનેક ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે

અમેરીકાનાં ન્યૂજર્સી સ્ટેટનાં ગવર્નર ફિલિપ મર્ફી હાલ ગુજરાતની મુલાકાતે છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે ગવર્નર  ફિલિપ મર્ફીની મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, નાણાં ખાતાનાં અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીશ્રીનાં અગ્ર સચિવ એમ. કે. દાસ અને ઇન્ડેક્ષ-બી નાં મેનેજિંગ ડિરેકટર શ્રીમતી નિલમ રાની વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. બેઠકમાં […]

Top Stories Gujarat

અમેરીકાનાં ન્યૂજર્સી સ્ટેટનાં ગવર્નર ફિલિપ મર્ફી હાલ ગુજરાતની મુલાકાતે છે. પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતે ગવર્નર  ફિલિપ મર્ફીની મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, નાણાં ખાતાનાં અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીશ્રીનાં અગ્ર સચિવ એમ. કે. દાસ અને ઇન્ડેક્ષ-બી નાં મેનેજિંગ ડિરેકટર શ્રીમતી નિલમ રાની વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી.

બેઠકમાં ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે અનેક મહત્વનાં કરારોએ આકાર લીધો છે. ગુજરાતની મુલાકાતે આવેલા ન્યૂજર્સીનાં ગવર્નર ફિલિપ મર્ફીએ ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ સંબંધો અંગેના MoU પર સહી સિક્કા કર્યા છે. સિસ્ટર સ્ટેટ એગ્રિમેન્ટ હેઠળ ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, ક્લિન એનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર–રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે. જેનાથી ગુજરાત અને સ્ટેટ ઓફ ન્યૂજર્સી બનેં વિકાસમાં હરણફાળ ભરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ન્યૂજર્સીના ગવર્નર ફિલિપ મર્ફીએ મુખ્યમંત્રી રૂપાણીને ન્યૂજર્સીની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે ન્યૂજર્સીમાં વસતા ગુજરાતી સમૂદાયોના આર્થિક વિકાસમાં યોગદાનની પુષ્ટિ કરી હતી અને તેમના હાલનાં પ્રવાસી ડેલિગેશનમાં ગુજરાતી મૂળના વ્યકિતઓ પણ જોડાયા હોવાનું સહ હર્ષ જણાવ્યું હતું.  ઉપરાંત ફિલીપ મર્ફીએ ગુજરાતમાં ફાયનાન્સિયલ સર્વિસિઝ અતિ ઝડપે વિકસી રહેલા ક્ષેત્ર સહિત ફાર્માસ્યુટિકલ્સ, આઇ.ટી., રિયલ એસ્ટેટ વગેરે ક્ષેત્રે રોકાણો માટે સહભાગીતા અંગે ઊંડો રસ દાખવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.