@અમર બખાઈ
શહેરની પ્રખ્યાત અને વિરાસત એવી બહાઉદ્દીન કોલેજમાં આજથી 3 દિવસ માટે સ્પેસ એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ થી ઈસરો સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન સહિતની વસ્તુઓની પ્રદર્શની ગોઠવવામાં આવી છે.

પ્રદર્શનની અંદર સ્પેસ ના અલગ અલગ અનેક વસ્તુઓ ગોઠવણ કરવામાં આવી છે. અહી હજારો વિદ્યાર્થીઓ પણ પ્રદર્શન નિહાળવા પહોંચ્યા હતા…અત્યાર સુધીમાં 15000 રજીસ્ટ્રેશન આ પ્રદર્શન નિહાળવા માટે થઈ ચૂક્યા છે.
બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજ ખાતે આગામી તારીખ 3 થી 5 નવેમ્બર 2023ના દરમ્યાન ISRO ઈસરોની અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર SAC ISRO દ્વારા વિક્રમ સારાભાઈ એક્ઝિબિશન રાખવામાં આવેલ છે .
ચંદ્રયાન ૩ ની સફળતા બાદ આદિત્ય એલ વન સુધીની અને ભવિષ્યની ઈસરોની સિધ્ધિ યાત્રા આ એક્ઝિબિશનમાં આવરી લેવાયેલ છે. ઇસરો દ્વારા અવકાશમાં ચલાવાયેલા ઉપગ્રહો , તે માટે બનાવેલા રોકેટો તેના ઇન્ટરેક્ટિવ મોડલ્સ બધું જ આમાં સામેલ છે ,જે બાળકો માટે ખૂબ રસપ્રદ અને જ્ઞાન પ્રદ બની રહેશે .

જાહેર જનતા માટે પણ આ પ્રદર્શન ખુલ્લું જ રહેશે
ખાસ કરીને પાંચમી તારીખે નવેમ્બર જાહેર જનતા વિશેષ અપેક્ષિત છે . આ પ્રદર્શન ઈસરો અમદાવાદનાં ડાયરેક્ટર અને મુખ્ય મહેમાન એન.એમ.દેસાઈ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સાથે આ કાર્યક્રમમાં જુનાગઢ એગ્રિકલચર યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર વી.પી. ચોવટીયા ,જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:Gujarat/કલેક્ટર, પોલીસ કમિશનર ભગવાનની જેમ વર્તે છે, સામાન્ય નાગરિકોની પહોંચની બહાર: ગુજરાત હાઈકોર્ટ
આ પણ વાંચો:અમદાવાદ/સ્પેસ થીમ, 50 મીટર ઉપર સુધી જશે પાણી, સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો
આ પણ વાંચો:World Cup 2023/વર્લ્ડ કપ ફાઇનલની લોકોના ખિસ્સા પર પડશે અસર, ટિકિટ – રૂમના ભાડા સાંભળી થઈ જશો…
