અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે આજે પોલીસ અને કલેક્ટરોની ઝાટકણી કાઢતા કહ્યું કે પોલીસ કમિશ્નર અને કલેક્ટરનું વર્તન ભગવાન જેવું છે. સામાન્ય માણસની પહોંચની બહાર છે.
શુક્રવારે પોલીસકર્મીઓની ફરિયાદ નોંધવા માટે એક હેલ્પલાઇન નંબરનો પ્રચાર અને પ્રસાર કરવાની રીત પર અસંતોષ વ્યક્ત કરતા આ નિવેદન આપ્યું હતું.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની ડિવિઝન બેન્ચે સરકારને નિર્દેશ આપ્યો કે તમારા દ્વારા શરૂ કરવામાં આવેલી ફરિયાદ સેલ અને હેલ્પલાઇન નંબર વિશે લોકોને સ્પષ્ટ રીતે જણાવે.
અમદાવાદ શહેરમાં મોડી રાત્રે મુસાફરી કરી રહેલા દંપતી પાસેથી ટ્રાફિક કોન્સ્ટેબલોએ કથિત રીતે પૈસા પડાવી લીધાની ઘટનાના સમાચારના આધારે કોર્ટ સુઓમોટો (જાહેર હિતની અરજી (PIL)) પર સુનાવણી કરી રહી હતી.
ચીફ જસ્ટિસ અગ્રવાલે કહ્યું, શું તમે અપેક્ષા રાખો છો કે એક સામાન્ય નાગરિક તમારી ઓફિસની સામે ઊભો રહેશે? તેને ફરિયાદ ઓફિસમાં કોણ પ્રવેશવા દેશે? તમારા ડીએમ (ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ) અને કમિશનર ભગવાનની જેમ, રાજાઓની જેમ વર્તે છે. અમને કંઈપણ કહેવા માટે ઉશ્કેરશો નહીં, આ જમીની વાસ્તવિકતા છે.
ફરિયાદ સેલને જે રીતે પ્રચાર કરવામાં આવ્યો હતો તેના પર નાખુશ વ્યક્ત કરતા ન્યાયમૂર્તિએ કહ્યું કે,‘સામાન્ય નાગરિક માટે, પોલીસ સ્ટેશનમાં પ્રવેશવું સરળ નથી અને કમિશનર અથવા ડીએમની ઑફિસ “સંપૂર્ણપણે પહોંચની બહાર” છે.
કોર્ટે અગાઉ અમદાવાદ પોલીસ કમિશનરને આદેશ આપ્યો હતો કે નાગરિકો માટે એક હેલ્પલાઈન નંબર અને ફરિયાદ સેલની સ્થાપના કરવામાં આવે જેથી તેઓ ભૂલ કરનાર પોલીસ કર્મચારીઓ અથવા અધિકારીઓ સામે ફરિયાદ કરી શકે.