Surat News : ફરીએક વખત દરિયાકિનારેથી ડ્રગ્સનો જથ્થો મળતા ચકચાર મચી છે. સુરતમાં ડરિયાકિનારેથી ડ્રગ્સનો આ જથ્થો મળી આવ્યો છે. જેમાં પાંચ કરોડની કિંમતના ચરસના જથ્થાનો સમાવેશ થાય છે. ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવતા ચરસનો આ જથ્થો ઝડપાયો હતો.અગાઉ પણ સુરતમાં પોણા બે કરોડ રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો હતો.
હાલમાં પકડાયેલો પાંચ કરોડની કિંમતનું ચરસ અફઘાની ચરસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તપાસ અધિકારીઓએ ડ્રોનની મદદથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. જેમાં ચરસના વધુ સાત પેકેટ મળી આવ્યા હતા. કબજે કરવામાં આવેલો ચરસનો જથ્થો વધુ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.
ગયા વર્ષે 19 કરોડ રૂપિયાનો ચરસનો જથ્થો મળ્યો હતો. જ્યારે ચાલુ વર્ષમાં ચ કરોડ રુપિયાની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. હાલમાં ઝડપાયેલો ચરસનો જથ્થો કોણે મોકલાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:કંડલામાં રોકસોલ્ટની આડમાં સોપારીના છ કન્ટેનરની તપાસમાં ભેદભરમ : SIIB એ સિઝ કર્યા બાદ કેમ હલચલ નહીં?
આ પણ વાંચો:કંડલામાં સોપારી દાણચોર ગેંગ સક્રિય
આ પણ વાંચો:કન્ટેઈનરમાંથી સોપારી કાઢી મીઠુ ભરી કરાતા છળકપટનો પર્દાફાશ
