Kandla News : દેશના મુદ્રા અને કંડલા બંદર કચ્છમાં આવેલા છે અને બન્નેની ગણના મહાબંદરોમાં થાય છે. આ ટ્રાફિકથી ગ્રસ્ત બન્ને બંદરો પર વિદેશથી અનેક ચીજવસ્તુઓની આયાત અને નિકાસ થતી હોય છે. બીજીતરફ ઘણા સમયથી કચ્છમાં દાણચોરી મારફતે જંગી જથ્થામાં સોપારી આવતી હોય છે. જેમાં અનેક કિસ્સા ચર્ચાસ્પદ પણ બન્યા છે. તેમાં પણ તાજેતરના મંદ્રાના દાણચોરીના સોપારી પ્રકરણમાં પોલીસનો તોડકાંડ કાળી ટીલી સમાન બન્યો છે. મંદ્રામાં સોપારી દાણચોરી હવે જાણે નવાઈની વાત ન હોય તેવું જણાઈ રહ્યું છે. કંડલા-કાસેઝ આસપાસના વિસ્તારમાં સોપારીની દાણચોરી કરતી કોઈ ચોક્કસ સિન્ડીકેટ મેદાને પડી હોય તેવુ લાગી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને રોકસોલ્ટ ડિક્લેર કરીને તેની આડમાં સોપારી આયાત કરાય છે. બાદમાં પલ્ટી મારીને તગડી દાણચોરી ડ્યુટી ચોરી કરી લેવાના કારખાનાઓનો એક પછી એક પર્દાફાશ થઈ રહ્યો છે.
આ અંગે વાત કરીએ તો થોડા દિવસ પહેલા જ 18 જુલાઈના રોજ કંડલા પોલીસે રોકસોલ્ટની આડમાં આયાત થયેલા બે કન્ટેઈનરમાં સોપારીનો મિસડિકલેર કરાયેલો મુદ્દામાલ એક ગોડાઉનમાંથી ઝડપી લીધો હતો. જેમાં ત્રણ શખ્સો ઝડપાઈ પણ ગયા હતા. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે ત્યાં હવે કંડલા કસ્ટમ દેશના મુદ્રા અને કંડલા બંદર કચ્છમાં આવેલા છે અને બન્નેની ગણના મહાબંદરોમાં થાય છે. આ ટ્રાફિકથી ગ્રસ્ત બન્ને બંદરો પર વિદેશથી અનેક ચીજવસ્તુઓની આયાત અને નિકાસ થતી હોય છે. બીજીતરફ ઘણા સમયથી કચ્છમાં દાણચોરી મારફતે જંગી જથ્થામાં સોપારી આવતી હોય છે. જેમાં અનેક કિસ્સા ચર્ચાસ્પદ પણ બન્યા છે. તેમાં પણ તાજેતરના મંદ્રાના દાણચોરીના સોપારી પ્રકરણમાં પોલીસનો તોડકાંડ કાળી ટીલી સમાન બન્યો છે. કંડલા-કાસેઝ વિસ્તારમાં સીધી કે આડકતરી રીતે સોપારી દાણચોરી કરતી કોઈ સિન્ડિકેટ મેદાને પડી હોય તેવું જણાય છે. તેમાં પણ રોકસોલ્ટ ડિક્લેર કરીને તેની
આડમાં સોપારી આયાત કરાય છે. તથા પલ્ટી મારીને તગડી દાણચોરી ડ્યુટી ચોરી લેતા કારખાનાઓનો એક પછી એક પર્દાફાશ થઈ રહ્યો છે.
થોડા દિવસ પહેલા 18 જુલાઈ 2024 ના રોજ કંડલા મરીન પોલીસે રોકસોલ્ટની આડમાં આયાત થયેલા બે કન્ટેઈનરમાંથી સોપારીનો મિસડિકલેર કરાયેલો જથ્થો એક ગોડાઉનમાંથી ઝડપી લીધો હતો. જેમાં ત્રણ શખ્સો ઝડપાયા પણ હતા. હજી આ મામલાની તપાસ ચાલુ જ છે ત્યાં કંડલા કસ્ટમે આ જ પ્રકારે સીંધાલૂંણ-રોકસોલ્ટ ડિકલેર કરીને તેમાં સોપારી ભરીને તેને અન્ય ઠેકાણે લઈ જવાતું હતું. જેની પલ્ટી મારવામાં આવે તે પહેલા જ તેને અટકાવીને સીડબલ્યુસી ગોડાઉનમાં લઈ જઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સોપારીનો જત્થો મળી આવ્યો હતો. તપાસમાં કંડલા એસઆઈબીના અધિકારીઓ દ્વારા ગઈ રાતથી શરૂ કરાઈ હતી જે આજે સવાર સુધી ચાલુ હતી. કંડલા પોર્ટ પર આયાત કરવામાં આવેલા આ કન્ટેઈનર પલ્ટી મરાવીને કાસેઝ તરફ જવાના હોવાનું કહેવાય છે.
થોડા સમય પહેલા જ આમદાવાદ ડીઆરઆઈ દ્વારા કાસેઝની જે પેઢી પર સોપારી રિએક્સપોર્ટ કરવાના નામે તવાઈ બોલાવાઈ હતી. તપાસમાં વરસુર વેરહાઉસ કાસેઝના જ દસ્તાવેજો આ છ કન્ટેઈનરમાં હોવાથી તે પણ કાસેઝના આ વેરહાઉસમાં જવાના હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. જો આવું હકીકતમાં બન્યું હોય તો તે મોટો ગંભીર ગુનો બની રહ્યો છે. કેમકે રોકસોલ્ટ ડિકલેર કરાયું હતું અને તેમાંથી મળી હતી સોપારી. આ કન્ટેઈનર કાસેજ જવાનું હતું તો પ્રશ્ન એછે કે તેનો અર્થ શું કાઢવો. થોડા સમય અગાઉ આ વેરહાઉસ સોપારીના રિઓક્સપોર્ટના નામે ડીટીએ પલ્ટી મારવાની તપાસ હેઠળ ચર્ચામાં આવી ગયું હોઈ શકે. જોરે કંડલા કસ્ટમ કે અન્ય અધિકારીઓએ આ અંગે મોઢા સીવી લીધા છે.
કાસેઝ ડીસીશ્રી દીનેશ સીંગજી-જેડીસી શ્રી મારૂત ત્રિપાઠી કે જેઓ બન્ને કડક-તટસ્થ અને બાહોશ-પ્રમાણિક અધિકારીઓની છાપ ધરાવી રહ્યા છે, તેઓએ કાસેઝમાં આવેલા આવા યુનિટોનો કાચો ચીઠ્ઠો મેળવી અને વિના વિલંબે એલઓએ જ રદ કરી દેવી જોઈએ
ખાટલે મોટી ખોટ : પોર્ટ પર આયાત થયેલ છ કન્ટેઈનર જવાના કયાં હતા? : દિલ્હી કે ઝોન? કાસેઝમાં જતા હોય તો બને મોટો ગુનો? : જો કે, આ કંપની પર પગલા લેવાય જ કયાં છે? અગાઉ બોન્ડ ટુ બોન્ડ દિલ્હીમાં પણ આ જ રીતે ઘોટાળો હતો, તે બાદ અમદાવાદ ડીઆરઆઈએ કાસેજમાં ત્રાટકીને ત્રણ કન્ટેઈનરો રડારમાં લીધા, છતા આ કંપની દિલ્હી સ્થિતી માલિકનો વાળ પણ વાંકો થતો નથી.
આ પણ વાંચો: મુંબઈથી ઈરાન મોકલવામાં આવેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને 9.76 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: બનાસ ડેરી રૂ. 250 કરોડના ખર્ચે પાંચ બાયો CNG પ્લાન્ટ સ્થાપશે
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા