Kandla News : કંડલા મરીન પોલીસે કન્ટેઈનરમાંથી સોપારી કાઢી લઈને તેની જગ્યાએ મીઠુ ભરી દઈને છળકપટના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ કંડલા મરીન પોલીસને માહિતી મળી હતી કે શંકાસ્પદ કન્ટેઈનરમાંથી સોપારી કાઢી લઈને તેની જગ્યાએ સિંઘવ નમક (મીઠુ) ભરેલા બોરા ગોઠવીને છળકપટ કરીને હેરાફેરી થઈ રહી છે.
બાદમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, કચ્છ પૂર્વ ગાંધીધામના એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કંડલા મરીન પોલીસે તપાસ હાથ ધરી હતી.
જેમાં એલ.એમ.જી ગોડાઉન નંબર 14 પાસે તપાસ કરતા ગોડાઉન ખુલ્લુ હતું. જંમાં શંકાસ્પદ કન્ટેઈનર નજરે ચઢતા પોલીસે અંદર તપાસ કરી હતી. જેમાં અંદરથી સોપારીના ટૂકડા ભરેલા જોવા મળ્યા હતા. આથી પોલીસે સોપારીનો જથ્થો તથા કન્ટેઈનર મળીને કુલ રૂ. 1,85,00,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે પાટણના રાધપુરના રહેવાસી અનિલ સી.બારોટ (35 વર્ષ) અને અરૂણ જી.આહીર(35 વર્ષ)ની ધરપકડ કરી હતી.
રેન્જ આઈજી ચિરાગ કોરડીયાના જણાવ્યા મુજબ અગાઉ પણ આ વિસ્તારમાંથી આ પ્રકારે ખાતરનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. જેને પગલે અમે પોલીસને સતર્ક રહેવા સુચના આપી હતી.
તે સિવાય કચ્છ-ગાંધીધામના એસપી સાગર બાગમારે કહ્યું હતું કે હાલમાં બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ તેઓ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હતા કે કેમ તની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. તે સિવાય અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.
કંડલા મરીન પોલીસ દ્વારા સોપારી કાઢી લઈને મીઠુ ભરીને હેરાફેરીના છળકપટના રેકેટનો પર્દાફાશ કર્યા બાદ આ પ્રકરણમાં અનેક લોકોની સંડોવણી સામે આંગળી ચિંધાઈ છે. રોકસોલ્ટ ડીકલેર કરી અને સોપારીનો જ્થ્થો હેરફેર કરવાના કારનામાનો કંડલા પોલીસે બે દિવસ પહેલા જ ખુલાસો કર્યો હતો. હવે આ રેકેટમાં સીએચએ કોણ છે? ટ્રાન્સપોર્ટસની શું ભુમિકા છે? ગોડાઉન સીડબલ્યુસીવાળાઓની ભુમિકાઓ શું રહેલી છે? કસ્ટમવિભાગે રોકસોસ્ટના નામે સોપારીને રીલીઝ-આઉટ ઓફ ચાર્જ કેમ આપી દીધુ? કોણે કર્યુ હતુ એકઝામીનેશન? કસ્ટમના જે કોઈ લાપરવાહ અથવા તો સિન્ડીકેટનો ભાગ બન્યા હોય તેઓની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ એવી ચર્ચા ચાલી રહી છે.
હાલમાં આ પ્રકરણમાં અલગ અલગ એન્ગલથી તપાસ ચાલી રહી છે. અલગ અલગ નામો ચર્ચામાં આવે છે જેની ખરાઈ સાથેની વધુ છાનબીન ચાલુ જ છે, ટ્રાન્સપોર્ટરની પણ વિગતો અંકે કરાઈ છે, જે બાબતે ૧ વધુ શખ્સને પુછતાછ માટે પણ લાવ્યા છીએ, તપાસમાં ટેકનીકલ વિષયો બાબતે કસ્ટમની પણ ચોકકસથી મદદ લેવામા આવશે, એમ કંડલા મરીન પોલીસે જણાવ્યું હતું.
રોકસોલ્ટના નામે સોપારીના કન્ટેઈનર ખુલ્લી માર્કેટમાં પહોચ્યા જ કેવી રીતે? ગેાડાઉન કોનુ હતુ? આ પહેલા પણ આવા કેટલા કન્ટેઈનર આ ગોડાઉનમં આવી ગયા અને અહીથી સગેવગે કરી દેવાયા? સોપારી મંગાવનાર પાર્ટી કોણ હતી? પોલસે જે સોપારી પકડી છે તે જઈ કયા રહી હતી? રોકસોલ્ટ દેખાડી સોપારી કાઢી લેવાની ગોઠવણીઓ હતી તો માલ પહોચે તે પહેલા જ આઉટ ઓફ ચાર્જ કસ્ટમે આપ્યો હતો તો તેમા કસ્ટમના કયા બાબુએ ભુમિકા ભજવી હતી જેવા પ્રશ્નો ઉભા થયા છે. સીડબલ્યુસી ગોડાઉના માલીકની પણપોલીસ પુછપરછ કરે તો વધુ માહિતી બહાર આવે તેમ છે. એપ્રિલ ર૦ર૪માં પણ આ જ વેરહાઉસમાં કસ્ટમ ત્રાટકી, રોકસોલ્ટના નામે કન્ટેઈનર અટકાવ્યુ અને પછી તે કન્ટેઈનરને એકાએક જ પગ આવી ગયા હતા? : અહી સીસીટીવી કેમેરા હોય તો તે ફુટેજ પોલીસે વેળાસર મેળવીને તપાસ આગળ વધારવી જોઈએ.
કાશ્મીરના પુલવામાં ભારતીય સૈનિકો પર થયેલા ડરપોલ હુમલાના કેસમાં પાકીસ્તાનની કડીઓ ખુલ્યા બાદ ભારત સરકાર દ્વારા નાપાક મુલકની આર્થિક મોરચે કમર તોડવા માટે તેની સાથેના વ્યાપાર પર બ્રેક જ મારી દીધો હતો તો વળી ત્યાથી વધુ માત્રામાં આયાત કરવામા આવતી વસ્તુઓ પર ર૦૦ ટકા જેવી તટડી ડયુટી લાદી દીધી હતી. જે પૈકીની એક એવી સોપારીનો પણ સમાવેશ તે યાદીમાં થવા પામી ગયો હતો. કેન્દ્ર સરકારે સારા ઉદેશ્ય સાથે બેન લગાડયો હતો પરંતુ એ જ સરકારના કસ્ટમ વિભાગ સહિતના અમુક સરકારી બાબુઓ અને ભ્રષ્ટ ભેજાબાજ તત્વોની સિન્ડીકેટ આ જોગવાઈનો ગેરલાભ લઈ અને સસ્તી ડયુટીવાળી વસ્તુઓ ડીકલેર કરી અને તેની આડમાં ર૧૦ટકા જેવી તગડી ડયુટી જે મુદામાલ પર લાગે છે તે સોપારીના કન્ટેઈનર મંગાવી અને તેમાં કરોડોની ડયુટીચોરી કરી રહ્યા હોવાની ઘટનાઓ કચ્છમાં જ છાશવારે સામે આવવા પામતી રહે છે.
દરમયાન જ મુંદરા બાદ હવે કંડલામાં પણ આવા સોપારી દાણચોરોએ ડોળો મંડરાવી દીધો હોય તેવી રીતે અહીથી પણ રોકસોલ્ટ એટલે કે સીધાનમક ડીકલેર કરી અને તેની આડમાં આવેલ સોપારીનો મોટો જથ્થો કંડલા પોલીસના શ્રી ગોહીલની ટીમએ જાગૃતી દાખવી સતર્કતા પુર્વક પકડી પાડયો છે. આ કેસની ઝીણવટભરી તપાસ આગળની હાથ ધરવામા આવી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, સીંધુલુણ-નમક ડીકલેર કરી અને સોપારી કોઈ ગોડાઉન સુધી પહોચી જ કેવી રીતે? સૌ પ્રથમ તો અહી સબંધિત કસ્ટમ વિભાગની જવાબદારી જ શંકાના દાયરામાં આવી જાય છે. રોકસોલ્ટ ડીકલેર કરી અને સોપારી બહાર સુધી આવી ગઈ તો, આ કન્ટેઈનર એકઝામિન કર્યા કસ્ટમના કયા જવાબદારો? તેને કેમ આ સોપારી ન દેખાઈ જે પોલીસે પકડી લીધી છે? કસ્ટમના સ્થાનિક ભ્રષ્ટ બાબુઓની મીલીભગત વિના આ મુજબના કારનામાઓ પાર પાડવા કપરા જ બની રહેતા હોય છે તે સૌ કોઈ જાણે છે.
જેને પગલે પોલીસતંત્રએ પણ આ કેસમાં ટેકનીકલ માહીતીઓ અને તપાસ આગળ ધપાવવા માટે કસ્ટમના ઉચ્ચ અધિકારીઓની અચુક મદદ લેવી જ પડશે. કારણ કે, કહેવાય રહ્યુ છે કે, રોકસોલ્ટ દેખાડી, તે માલ ગોડાઉન સુધી પહોચે તે પહેલા જ કસ્ટમે તેને કાગળ પર આઉટ ઓફ ચાર્જ આપી દીધો હોય તો પછી સબંધિત કસ્ટમના કર્મચારી-અધિકારીની પણ ચોકકસથી તેમાં મલીન ભુમીકા જ સાબિત થવા પામી શકે છે. કસ્ટમમાં પ્રોવિઝનલી પણ કન્ટેઈનરને રીલીઝ કરવાની છુટની વ્યવસ્થાઓ હોય છે. કસ્ટમના સબંધિતો આ પ્રોવિઝન છુટ આપવાનુ દેખાડીને આવા કિસ્સાઓમાં છુટી ન જાય તે માટે તપાસનીશ પોલીસતંત્રએ કસ્ટમના ઉચ્ચ અધિકારીઓ સાથે આ કેસમાં ટેકનીકલી મદદ માટેનો પરામર્શ કરવો જ પડશે. તેની સાથે મહત્વની કડી ટ્રાન્સપોર્ટર પણ બની રહે તેમ છે. બે શખ્સોને પકડાયા છે તેઓથી ઝડપાયેલા વાહનો અને સોપારી કયાથી લાવ્યા? કયા લઈ જવાની હતી? કોને આપવાની હતી? કોના આદેશથી આ બધી હેરફેર કરવામા આવતી હતીો તે સહિતની વિગતો કડક રીમાન્ડની સાથે પુછતાછ કરવાથી મળી શકે તેમ છે.
જો ટ્રાન્સપોર્ટસને પકડી અને તેના પુછાણાઓ લેવાશે તો મુળ કડીઓ આપોઆપ અહી પોલીસ સમક્ષ આવી શકે તેવી શકયતાઓ નકારાતી નથી. જાણકારો કહી રહ્યા છે કે આ કેસમાં સંજયસિહ ઉર્ફે કાળુને પોલીસ ઉપાડશે તો તપાસમાં નિર્ણાયક કડીઓ સુધી પહોચાડવુ વધારે સહેલુ બની જશે. કારણ કે, આ કાળુ નામના શખ્સે જ કયાંક ને કયાંક ટ્રાન્સપોર્ટેશન સહિતના મામલે કઈક કડીરૂપ ભુમિકાઓ ભજવી હોવાનુ ચર્ચાય છે. તો વળી બીજીતરફ આ અંગે કંડલા પોલીસ મથકના આ કેસના તપાસનીશ પીએસઆઈ શ્રી ગોહીલની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, અલગ અલગ એન્ગલથી તપાસ ચાલુમાં જ છે, કેટલીકવિગતો ટેકનીકલ છે, તે માટે કસ્ટમ વિભાગથી પણ મદદ ચોકકસથી લેવમા આવશે, ટ્રાન્સપોર્ટરની વિગતો અંકે કરી રહ્યા છીએ, ૧ શખ્સને વધુ પુછતાછ માટે લાવ્યા છીએ, જે કંઈ તપાસમાં આગળ બહાર આવશે તે રીતે ધોરણસરની કાર્યવાહી કરાશે તેવી ખાત્રી શ્રી ગોહીલે આ તબક્કે આપી હતી.
આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોના હિતાર્થે રૂ.50કરોડની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકાઈ
આ પણ વાંચો: જૂનાગઢમાં તંત્રએ આપ્યું એલર્ટ; પોરબંદર, દ્વારકામાં વરસાદે વિનાશ વેર્યો
