Kandla News : મુંદરામાં જે દાણચોરો સક્રીય બનેલા હતા હવે ે ફરીથી કંડલા તરફ વળી રહ્યા હોય તેમ પાછલા ટુકા સમયમાં સોપારી દાણચોરી કરવાના અલગ અલગ કિસ્સાઓ અલગ અલગ એજન્સીઓએ પકડી પાડયા હોવાનો ઘટનાક્રમ સામે આવવા પામી રહ્યો છે.મુંદરાથી દાણચોર ટોળકી કંડલા તરફ વળી હોય તે એટલા માટે લાગી રહ્યુ છે કે, અહી રોકસોલ્ટ ડીકલેર કરી અને જેના પર ર૦૦ ટકા ડયુટી લાગે છે તેવી સોપારી આયાત કરવાના અલગ અલગ કારનામાઓ હાલમાં ઝડપાવવા પામી ગયા છે. પ્રથમ પૂર્વ કચ્છ પોલીસની ટીમ દ્વારા એક વેરહાઉસમાં દરોડો પાડી અને બે કરોડથી વધુની ગેરકાયદેસર રીતે પડેલી સોપારીનો જથ્થો પકડી પાડયો હતો તો વળી તેના બાદમાં કંડલા એસઆઈઆઈબીની ટુકડીકે કંડલા પોર્ટ પર અવેલા અને રોકસોલટ ડીકલેર કરીને સોપારીવાળા છ કન્ટેઈનર ઝડપી પાડયા હતા.
આ છ કન્ટેઈનર કાસેઝના વરસુર નામની કપનીના વેરહાઉસના યુનિટ નંબર બેમાં જઈ રહ્યા હોવાની પણ પ્રાથમીક વાત સામે આવી હતી. છ કન્ટેઈનર સિઝ કર્યા બાદ કોઈ જ વિગતો સામે આવવા ન પામતા તરેહ તરેહના સવાલો ઉભા થવા પામી રહ્યા છે.આ અંગે વાત કરીએ તો કંડલા પોર્ટ પરથી રોકસોલ્ટ ડીકલેર કરી અને સોપારી ભરેલા છ કન્ટઈનર કંડલા એસઆઈઆઈબીએ ઝડપી લઈ સિઝ કરી દીધા બાદ આગળની કાર્યવાહીનો ખુલાસો ન થવા પામતા તર્કવિતર્કો ઉભા થવા પામી રહ્યા છે. કન્ટેઈનર સિઝ કરાયા છે, તો તેમાથી સોપારી તો નીકળી જ છે, સોપારી નીકળી છે તો તદન ગેરકાયદેસર જ કહી શકાય અને અતિ ગંભીર ગુનો જ બની રહ્યો છે, તેમ છતા હજુ સુધી સત્તાવાર રીતે આ બાબતે કેમ કોઈ જ ખુલાસો કરવામા નથી આવ્યો? રોકસાલ્ટ ડીકલેર કરેલી કરોડોની સોપારી કાસેઝમાં જતી હતી તો પછી તે યુનિટના માલિક-કંપનીના જવાબદારો સામે હજુ સુધી કોઈ જ લાલઆંખભરી કાર્યવાહી કેમ નહી? જાણકારો તો અહી એ પણ સુચવી જ રહ્યા છે કે, કાસેઝના જે યુનિટમાં સોપારીના એજીએમ દાખલ કરાયા છે તે યુનિટ સોપારી મામલે અગાઉ પણ રહી ચૂકી છે ચર્ચામાં.
કાસેઝ ટુ દિલ્હી બોન્ડ ટુ બોન્ડમાં પણ સોપારી દિલ્હીમાં બાજુના કોઈ ખાનગી ગોડાઉનમાં ઠાલવી દીધી હતી, તો વળી થોડા સમય પહેલા જ આ જ યુનિટમાથી સોપારી રીએકસપોર્ટ દેખાડી અને પલટી મારી લોકલમાં ડમ્પ કરવાનો અમદાવાદ ડીઆરઆઈએે કારસો ઝડપી પાડયો છે. અહી પણ ડીઆરઆઈએ ત્રણ સ્થાનિકનાઓની તપાસ કર્યા બાદ આ કેસમાં પણ કોઈ જ નિર્ણાયક કાર્યવાહી થતી જોવા મળતી નથી. આ યુનિટના માલીકની સામે કેમ હજુ સુધી ધાક બેસાડતી કાર્યવાહી નથી થવા પામી? કંડલા કસ્ટમ એસઆઈઆઈબીએ વેળાસર જ આ છ કન્ટેઈનરોની વિગતનો અહેવાલ કાસેઝ પ્રશાસનને સુપરત કરવો જોઈએ અને તેની સામે લેવા યોગ્ય પગલા વિના વીલંબે લેવાય તે સમયની માંગ બની રહી છે.
તો વળી આ મામલે કાસેજ પ્રશાસનની વાત માનીએ તો તેઓને હજુ સુધી ન તો અમદાવાદ ડીઆરઆઈવાળા કેસમાં અહેવાલ મળવા પામ્યો છે, ન તો કંડલા એસઆઈઆઈબીએ જે છ કન્ટેઈનર પકડયા છે તેનો તપાસ અહેવાલ મળ્યો, પ્રશાસન કહી રહ્યુ છે કે, રોકસોલ્ટ ડીકલેર કરી અને સોપારી મળી છે તે વાત સાચી છે, પરંતુ અમને સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થશે તે બાદ સબંધીત યુનિટની સામે ચોકકસથી ધોરણસરની કાર્યવાહી કરવામા આવશે.ગાંધીધામ : કંડલા બંદર પર રોકસોલ્ટ ડીકલેર કરીને સોપારી લવાઈ હતી તેવા છ કન્ટેઈનરોને કંડલા એસઆઈઆઈબીની ટુકડીએ પકડી પાડયા બાદ તપાસ વેગવાન બનાવાઈ છે. છ કન્ટેઈનર સીઝ કરવામા આવ્યા બાદ વધુ તપાસ અર્થે એજન્સીએ કાસેઝમાં આવેલા વરસુર વેરહાઉસના યુનિટ નંબર રમાં સ્થળ તપાસ-સર્ચ કરી હોવાનુ માલુમ પડી રહ્યું છે. જો કે, ત્યાથી વધુ કંઈ મળવા ન પામ્યુ હોવાનુ સામે આવ્યું છે.
વરસુરની સાથે કસ્ટમના કયા પૂર્વ અધિકારીનો છે મોટો દોરીસંચાર..?
કાસેઝમાં આવેલી વરસુર કંપની પાછલા અમુક સમયથી સોપારીના પ્રકરણોમાં એક યા બીજી રીતે ચકચારી બની રહી છે. કાસેઝ, કંડલા કસ્ટમ, પૂર્વ્ કચ્છ પોલીસ અમદાવાદ ડીઆરઆઈ સહિતની એજન્સીઓ અહી છાનબીન કરી ગઈ છે તો આ પૈકીના કેટલાક દ્વારા તો સફળ કેસ પણ રજીસ્ટર્ડ કરાયો છે. ઉપરાત પણ આ કંપનીના મુળ માલીકની સામે હજુ સુધી કેાઈ જ કડક કાર્યવાહી કે ધાક બેસાડતા પગલા લેવાયા હોય તેમ દેખાતુ નથી. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, આ કંપનીના માલીકની સાથે દિલ્હીના જ એક એસપી કક્ષાના કસ્ટમના રીટાયર્ડ અધિકારીનું ભેજુ કામ કરી રહ્યુ છે. તો આ અધિકારી કોણ છે જે આ પ્રકારની ગંભીર ગુનાહિત કૃત્ય કરનારને પણ છાવરવામાં મદદરૂપ થઈ રહ્યા છે?
એકતરફ કંડલા એસઆઈઆઈબી વીંગે છ કન્ટેઈનર રોકસોલ્ટ ડીકલેર કરેલા સોપારી સાથે પકડયા તો એથી પહેલા કંડલા પોલીસે રોકસોલ્ટ ડીકલેર કરેલા પરંતુ તેમાંથી સોપારીનો કરોડોના જથ્થા સાથે બે કન્ટેઈનરે સિજ કર્યા હતા અને તેમાં મુંબઈના મામ ટ્રેડીંગના કાળુરામનું નામ સપાટી પર આવવા પામ્યુ હતુ. પરંતુ આ તપાસમાં પણ પોલીસ કયાંક ને કયાંક ઢીલી પડી હોય અથવા તો તપાસ મંથર ગતીએ જ થતી હોય તેવુ જાણકારો માની રહ્યા છે. હકીકતમાં રોકસોલ્ટ ભરેલ આ કન્ટેનરો મુંબઈ જતા હતા તો તે પોર્ટ બહાર નીકળ્યા કોની કોની મદદગારીથી? મંગાવનારા કોણ છે? ટ્રાન્સપોર્ટર તરીકે કોણ હતુ? આ પહેલી વાર જ અહી આવ્યા હતા કે આ સિન્ડીકેટ અગાઉ પણ મંગાવી ચુકી છે? તો એ કેટલા આવી ગયા અને ઉતરી ગયા અને ગંતવ્ય સ્થળે પહોચી ગયા? સહિતના પ્રશ્નોના જવાબ પોલીસે અત્યાર સુધીમાં શોધી અને મુંબઈવાળાને પણ ઉપાડી લઈ અને તેના કડક રીમાન્ડ લેવા જોઈએ પરંતુ હજુ સુધી બે કન્ટેઈનર કંડલા પોલીસ મથકે જ પડયા છે અને તપાસને કયાંક બ્રેક લાગેલો હોય તેમ જાણકારો માની રહ્યા છે. તો વળી આ બાબતે કંડલા મરીન પોલીસ મથકના પીઆઈ અને આ કેસના તપાસનીશ શ્રી વાળાની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, તપાસ ચાલુમાં જ છે, મહારાષ્ટ્રમાં તપાસ હાથ ધરવમા આવી રહી છે અને તપાસમાં જે આગળ બહાર આવતુ જશે તે અનુસારની ધેારણસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:દાહોદ નેશનલ હાઈવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી
આ પણ વાંચો: રાજ્યમાં ૭૫મા વન મહોત્સવ ઉજવણી, PM મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા CM ભૂપેન્દ્ર પટેલની પહેલ
આ પણ વાંચો: રાજકારણી-પોલીસની જુગલબંધીને તોડતો સરકારનો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાત સરકારે અરબ સાગરમાં માછીમારી પરનો પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવ્યો
