Amreli News : ગુજરાત પોલીસની છબીને કલંકિત કરતો એક બનાવ બન્યો છે. આ અત્યંત ઘૃણાસ્પદ અને શરમજનક ઘટના અમરેલી જિલ્લામાં બની છે. જેમાં અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આતર્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસકર્મી ફરાર થઈ ગયો હતો.
આ બનાવની વિગત મુજબ રવિરાજસિંહ ચૌહાણ નામનો આ પોલીસકર્મી છેલ્લા ચાર મહિનાથી સગીરા સાથે શારીરિક અડપલાં કરી રહ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. આ સગીરાના પિતાની ફરિયાદના આધારે, નરાધમ પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણ, પોક્સો (POCSO) અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગંભીર ગુન્હો નોંધવામાં આવ્યો છે.
ઘટના બહાર આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ગુન્હો નોંધાયા બાદથી આરોપી પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર છે. પોલીસે ખાખી વર્દીને કલંકિત કરનાર આ નરાધમ પોલીસકર્મીને ઝડપી પાડવા માટે સઘન કવાયત હાથ ધરી છે. આ ઘટનાએ કાયદાના રક્ષકો પર જ ગંભીર સવાલો ઉભા કર્યા છે અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:Travel કરવું છે પણ પૈસા નથી! આ રીતે કરો ‘ટ્રાવેલ બચત’ અને ટેન્શન વગર ફરો
આ પણ વાંચો:કર્મચારીઓ કેમ ઓછા પગારે પણ નોકરી કરવા તૈયાર થઈ જાય છે? 1139 કર્મી પર થયો સર્વે
આ પણ વાંચો:સોનું લાવવું થશે મોંઘુ! પ્લેટિનમ માટે નવો કોડ જાહેર
