Gujarat News/ Washington World Bank Meeting: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના AI વિઝન અને GIFT Cityની ગ્લોબલ ઇકોસિસ્ટમ રજૂ કરી

Bhupendra Patel US Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંકની બેઠકમાં ગુજરાતનું AI વિઝન, GIFT Cityની ગ્લોબલ ઇકોસિસ્ટમ અને રોકાણની તકો રજૂ કરી.

Top Stories Gujarat
Bhupendra Patel US Visit: ગુજરાતને AIનું ગ્લોબલ હબ બનાવવાનો પ્લાન

Gujarat CM US Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાની મુલાકાત (Bhupendra Patel US Visit) દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતની વિકાસયાત્રા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અને GIFT Cityને વૈશ્વિક નાણાકીય તથા ટેકનોલોજી હબ તરીકે વિકસાવવાના વિઝનને રજૂ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને AI, ગ્લોબલ કેપિટલ, અદ્યતન ટેકનોલોજી અને ફાઇનાન્સિયલ સર્વિસીસના મહત્વપૂર્ણ વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

AI માત્ર ટેકનોલોજી નહીં, વિકાસને નવી ગતિ આપવાનું સાધન

વર્લ્ડ બેંક સાથેની બેઠકમાં (World Bank Meeting) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે AIને માત્ર ટેકનોલોજી અથવા IT ક્ષેત્ર પૂરતું મર્યાદિત રાખવાને બદલે તેનો ઉપયોગ વિકાસના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. વહીવટ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને જનસેવા સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં AIના ઝડપી અમલીકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને પ્રેડિક્ટિવ AI જેવી અદ્યતન ટેકનોલોજી વિકાસલક્ષી પરિણામોને વધુ અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

Bhupendra Patel US Visit: ગુજરાતને AIનું ગ્લોબલ હબ બનાવવાનો પ્લાન
Bhupendra Patel US Visit: વર્લ્ડ બેંકમાં ગુજરાતનું શક્તિશાળી પ્રેઝન્ટેશન!

ગુજરાતને AI અને અદ્યતન ટેકનોલોજીનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો પ્રયાસ

મુખ્યમંત્રીશ્રીએ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે ભારત જેવા વિકાસશીલ દેશો માટે AIમાં વિકાસની ગતિને નવી ઊંચાઈએ લઈ જવાની વિશાળ સંભાવનાઓ રહેલી છે. ગુજરાત આ સંભાવનાઓને વાસ્તવિક પરિણામોમાં ફેરવવા માટે ટેકનોલોજી આધારિત ગવર્નન્સ અને વિવિધ જનસેવા ક્ષેત્રોમાં AIનો વ્યાપ (Gujarat AI Vision) વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. રાજ્ય સરકારનું લક્ષ્ય ગુજરાતને માત્ર ઔદ્યોગિક રાજ્ય તરીકે જ નહીં, પરંતુ AI, ઇનોવેશન અને અદ્યતન ટેકનોલોજીના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાનું હોવાનું પણ બેઠકમાં રજૂ કરવામાં આવ્યું હતું.

Bhupendra Patel US Visit: નાણાકીય શિસ્ત જાળવનારા રાજ્યો માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની અપીલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નાણાકીય શિસ્તનો ઉલ્લેખ કરીને વર્લ્ડ બેંકના અધિકારીઓને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ પર વિચાર કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસ અને નાણાકીય શિસ્તને સાથે લઈને આગળ વધવાની મજબૂત પરંપરા ઊભી કરી છે. નાણાકીય શિસ્ત જાળવનારા રાજ્યોને વિકાસલક્ષી યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ફાઇનાન્સિંગમાં વિશેષ લાભ મળી શકે તે અંગે પણ તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી.

GIFT Cityને ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ ઇકોસિસ્ટમ બનાવવાનું વિઝન

મુખ્યમંત્રીશ્રીએ વર્લ્ડ બેંક સમક્ષ GIFT Cityની વિકાસયાત્રાની પણ વિગતવાર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે GIFT City મારફતે વૈશ્વિક મૂડીને ભારતમાં લાવવા માટેની ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી છે. ગુજરાત સરકાર આગામી તબક્કામાં GIFT Cityને માત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર સુધી મર્યાદિત ન રાખતા ફાઇનાન્સ, ટેકનોલોજી, ફિનટેક, AI, ડેટા અને ઇનોવેશનની ઇન્ટિગ્રેટેડ ગ્લોબલ ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે.

બેન્કિંગથી એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ સુધીની સેવાઓ

GIFT Cityમાં બેન્કિંગ, કેપિટલ માર્કેટ્સ, ફંડ મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ સહિતની વૈશ્વિક નાણાકીય સેવાઓ માટેની ઇકોસિસ્ટમ વિકસી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત એરક્રાફ્ટ લીઝિંગ અને શિપ લીઝિંગ જેવા ક્ષેત્રોમાં પણ GIFT Cityની ભૂમિકા સતત વિસ્તરી રહી છે. વૈશ્વિક નાણાકીય કંપનીઓ, ટેકનોલોજી ક્ષેત્રની સંસ્થાઓ અને રોકાણકારો માટે ગુજરાતને વધુ આકર્ષક ડેસ્ટિનેશન બનાવવાના પ્રયાસો પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. વર્લ્ડ બેંક અને વૈશ્વિક નાણાકીય સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત

વોશિંગ્ટનમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસ, GIFT Cityના એમડી અને ગ્રુપ CEO સંજય કૌલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વર્લ્ડ બેંકના સાઉથ એશિયા ક્ષેત્રના વાઇસ પ્રેસિડેન્ટ જોહાન્સ ઝટ્ટ, IFCના એશિયા-પેસિફિક ક્ષેત્રના રિજનલ વાઇસ પ્રેસિડેન્ટ રિકાર્ડો પુલીતી, MIGAના વાઇસ પ્રેસિડેન્ટ જુનેદ કમાલ અહેમદ, IMFના એશિયા-પેસિફિક વિભાગના ડિરેક્ટર કૃષ્ણ શ્રીનિવાસન તેમજ ભારતનું પ્રતિનિધિત્વ કરતા વર્લ્ડ બેંકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના સિનિયર એડવાઇઝર હેમાંગ જાની સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતની વૈશ્વિક રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને નવી દિશા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અમેરિકા મુલાકાત દરમિયાન વર્લ્ડ બેંક સાથે યોજાયેલી આ બેઠકને ગુજરાતની વૈશ્વિક રોકાણ, ફાઇનાન્સ અને ટેકનોલોજી ભાગીદારીને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. AIના ઝડપી અમલીકરણથી લઈને GIFT Cityને વૈશ્વિક મૂડી અને ઇનોવેશનના કેન્દ્ર તરીકે વિકસાવવા સુધી, ગુજરાતે પોતાના આગામી વિકાસનો સ્પષ્ટ રોડમેપ વૈશ્વિક મંચ પર રજૂ કર્યો છે.


આ પણ વાંચો: VGGS 2027: CM ભૂપેન્દ્ર પટેલનો પ્રથમ આંતરરાષ્ટ્રીય રોડ શૉ, અમેરિકા-કેનેડામાં ગુજરાત માટે રોકાણની નવી તકોની શોધ

આ પણ વાંચો: અમદાવાદમાં ‘એન્ટી કરપ્શન ડાયરેક્ટર’નો નકલી રોફ! CCTV ફિટિંગ કરતો યુવક કારમાં બનાવટી પ્લેટ સાથે ઝડપાયો

આ પણ વાંચો: ન્યૂ એરા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીના વીજ કરંટથી મોત મામલે પેરેન્ટ્સ એસોસિએશનની CMને રજૂઆત