Rajkot News/ ડોક્ટર પર ડોક્ટરનો હુમલો! રાજકોટ સિવિલમાં હડતાળથી ઈમરજન્સી સેવા ઠપ

Doctor Assault Allegation: દર્દીની સારવાર મુદ્દે સિનિયર અને જુનિયર ડોક્ટર વચ્ચે વિવાદ સર્જાયો. મહિલા જુનિયર ડોક્ટરને ફડાકો માર્યાના આરોપ બાદ ડોક્ટરો હડતાળ પર ઉતરતાં ઈમરજન્સી સેવાઓ પ્રભાવિત થઈ.

Gujarat Top Stories Rajkot
Doctor Assault Allegation: રાજકોટ સિવિલમાં ડોક્ટરો વચ્ચે ધમાલ!

Rajkot Civil Hospital News: રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સિનિયર અને જુનિયર ડોક્ટરો વચ્ચે થયેલી બોલાચાલી અને મારામારીના આક્ષેપોને (Doctor Assault Allegation) પગલે ભારે વિવાદ સર્જાયો છે. જુનિયર મહિલા ડોક્ટર સાથે ગાળાગાળી અને મારામારી કરવામાં આવી હોવાના આરોપ બાદ જુનિયર ડોક્ટરો મધરાત્રિથી હડતાળ પર ઉતરી ગયા હતા. જેના કારણે ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ હતી અને સારવાર માટે આવતા દર્દીઓ તથા તેમના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Doctor Assault Allegation: દર્દીની સારવાર મુદ્દે શરૂ થયો વિવાદ

મળતી માહિતી મુજબ, દર્દીની સારવાર સંબંધિત મુદ્દે ત્રિશા શિંગાળા નામના જુનિયર ડોક્ટર સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી પાસે ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જુનિયર ડોક્ટરોનો આરોપ છે કે બોલાચાલી દરમિયાન ડો. અશ્વિન રામાણી દ્વારા ગાળાગાળી કરવામાં આવી હતી અને મારામારી પણ કરવામાં આવી હતી.

જુનિયર ડોક્ટરોના જણાવ્યા મુજબ, મહિલા જુનિયર ડોક્ટર સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જુનિયર ડોક્ટરોનો અશ્વિન રામાણી પર ગંભીર આરોપ

જુનિયર ડોક્ટરોનો આક્ષેપ છે કે સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા છેલ્લા કેટલાક સમયથી તેમની સાથે અયોગ્ય અને અસભ્ય વર્તન કરવામાં આવતું હતું. આ ઘટનામાં જુનિયર ડોક્ટરને ફડાકો મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. ઘટના બાદ જુનિયર ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેઓએ જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મધરાત્રિથી જ કામગીરીથી દૂર રહી હડતાળ (Rajkot Doctor Strike) શરૂ કરી દીધી હતી.

હડતાળના કારણે ઈમરજન્સી સેવાઓ ખોરવાઈ

ઈમરજન્સી વોર્ડમાં જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી જતાં સારવાર વ્યવસ્થા (Rajkot Emergency Services) પર સીધી અસર પડી હતી. ગંભીર હાલતમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દૂર-દૂરથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ આવતા દર્દીઓની સારવારમાં વિલંબ થવાની સ્થિતિ સર્જાઈ હતી. ડોક્ટરો વચ્ચેના આંતરિક વિવાદના કારણે દર્દીઓની સેવા પ્રભાવિત થતાં હોસ્પિટલના વહીવટી તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે.

વીડિયો સામે આવતા વિવાદ વધુ ગરમાયો

સિનિયર અને જુનિયર ડોક્ટરો વચ્ચે થયેલી ગાળાગાળીનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જુનિયર ડોક્ટરોએ સિનિયર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ (Doctor Dispute Gujarat) કરી છે.આ મામલો હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ જેવી મોટી સરકારી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ડોક્ટરો વચ્ચે થયેલા વિવાદ અને ત્યારબાદ સર્જાયેલી હડતાળને કારણે વહીવટી તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે.


આ પણ વાંચો: લગ્ન માટે AMC હોલ બુકિંગમાં મોટો બદલાવ! કંકોત્રીની શરત હટશે, 3 પેકેજ લાગુ થશે

આ પણ વાંચો: ‘મારી પત્નીને Instagram પર રિક્વેસ્ટ કેમ મોકલી?’ પૂછતાં જ લાફો ઝીંક્યો, માંજલપુરમાં બે સામે ફરિયાદ

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટનો કડક નિર્ણય: વિસનગરની STT કોલેજની જગ્યા વેચાઈ હોવાના આક્ષેપવાળી અરજી ફગાવી, અરજદારને ₹5 લાખનો દંડ