Google એ New Year 2020 ની ઉજવણી માટે વિશેષ Doodle ડેડિકેટ કર્યું છે. આ ડૂડલ સાથે, ગૂગલ તમને નવા વર્ષની નવી આશા બતાવી રહ્યુ છે. આ ડૂડલમાં, એક બિલાડીનું પાત્ર ઉગતા સૂર્યને જોઈ રહ્યું છે. તેની સાથે એક પક્ષી તેની નજીક ઉડતું જોવા મળે છે. આ ડૂડલની પૃષ્ઠભૂમિ શહેરી છે જ્યાં એક મોટી ઉંચી ઇમારત દેખાય છે. જ્યારે 2019 નાં અંતિમ દિવસે ગૂગલે ડૂડલ બનાવીને વર્ષ 2019 નાં અંતિમ દિવસને વિદાય આપી હતી.
આ ડૂડલમાં આતશબાજી જોવા મળી રહી છે. વળી, એક કાર્ટૂન પાત્ર બેસીને સીટી વગાડી રહ્યુ છે અને તેની બાજુમાં એક પક્ષી બેઠું છે. જ્યારે તેની પાછળ અનેક ઇમારતો નજરે પડી રહી છે. ગૂગલનું કાર્ટૂન પાત્ર ફ્રોગી છે, જેને વેધર ફ્રોગ તરીકે ઓળખવામાં આવે છે. જેને ક્યારેક મોબાઇલ ડિવાઇસથી વેધર માટે ગૂગલની શોધ કરી છે, તે વિશેષ રીતે 2020 વિશે ખાસ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કારણ કે તે એક લીપ વર્ષ છે!
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
