સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા આરોગ્યકર્મીઓ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. ફરજ પર આવરા તત્વોની હેરાનગતિ અને ફરજ પર રુકાવટ સહિતના મુદાઓને લઇને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
ચોટીલા આરોગ્ય કર્મચારીઓ આજે ચોટીલાની નાયબ કલકેટર કચેરી ખાતે ગઈકાલે લાખાણકા ગામે બનેલા બનાવમાં ફરજમાં રુકાવટ સહિત આવરા તત્વો તરફથી થતી હેરાનગતિ સહિતના અનેક મુદા ઓને લઈને રજુઆત માટે દોડી ગયા હતા.
ચોટીલામાં આરોગ્યવિભાગ માં ફરજ બજાવતા આશરે 70 જેટલા કર્મચારીઓ હાલ વેકસીનેશન ની કામગીરી પુરજોશમાં કરી રહયા છે ત્યારે ગઈકાલે લાખાણકા ગામે આરોગ્યકર્મીને આવરા તત્વો દ્વારા ધમકી આપવામાં આવતા આરોગ્યઆધિકારી સુનિલ ઉપાધ્યાયે ચોટીલા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આજે આરોગ્યવિભાગ ના કર્મચારીઓ ચોટીલા ડેપ્યુટી કલેકટર આર.બી.અંગારીને આવેદનપત્ર પાઠવીને લેખિત રજુઆત કરી હતી જેમાં ગઈકાલે લાખણકા ગામે બનેલ બનાવ માં રસીકરણ અંગે કામગીરી કરતા આવરા તત્વો તરફથી થતી હેરાનગતિ અને ફરજ પર રુકાવટ સહિત વેકસીનનો ટાર્ગેટ પૂરો કરવા રાત્રી રસીકરણ કામગીરી અંગેનું દબાણપૂર્વક ફરજ સહિતના અનેક મુદાઓ લઈને ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
