Gandhinagar News: 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભા બેઠક (Assembly Seat)ની પેટાચૂંટણી (Umreth By-Elections) સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ (Exit Poll and Opinion Poll) પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાત (Gujarat)માં તા. 29 એપ્રિલ 2026ના રોજ ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે.
તા.29 એપ્રિલ, 2026ના રોજ સાંજના 06:30 વાગ્યા સુધી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ
આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-126(ક) ની પેટાકલમ (1)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (2) ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે તા. 09-04-2026ને ગુરૂવારના સવારે 07:00 વાગ્યાથી તા. 29-04-2026ને બુધવારે સાંજના 06:30 વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘ઍક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે. સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈઓનો ભંગ કરનારને 02 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે
ઉમરેઠ બેઠકની પેટાચૂંટણી (Umreth By-Elections)ના મતદાનનો સમય સમાપ્ત થતા પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ
આ ઉપરાંત, ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે, 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા (Electronic Media) કોઈપણ ‘ઓપિનિયન પોલ’ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.
આ પણ વાંચો: ઉમરેઠમાં 23 એપ્રિલના રોજ યોજાશે પેટાચૂંટણી, 4મીએ પરિણામ
આ પણ વાંચો: વાવ પેટાચૂંટણીમાં મતદાનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ, 4 કલાકમાં 24 ટકાથી વધુ મતદાન
આ પણ વાંચો: રાજ્યમાં મનપા-નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભગવાનો જાદુ જળવાયો
