Ahmedabad News/ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 328 કિડની દાનમાં મળી, 181 મુ અંગદાન ગુપ્તદાન રૂપે થયું

ગુપ્તદાન રુપે થયેલ આ અંગદાન થી 1 હ્રદય, 2 કિડની અને 1 લિવરનું દાન મળ્યું. હજુ પણ રાજ્યમાં 2 હજારથી વધુ દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટીગમાં છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : દર વર્ષે  માર્ચ મહીનાના બીજા ગુરુવારે “વિશ્વ કિડની દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. કિડની સંબંધીત રોગો સંદર્ભે લોકોમાં જાગૃતતા પ્રસરે અને કિડનીની ગંભીર બિમારી ધરાવતા અને લાંબા સમયથી ડાયાલિસિસ પર રહેલા દર્દીઓ કે જેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેમને અંગદાનથી કિડની મળી રહે તે માટે લોકોમાં જાગૃતતા કેળવવાનો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં “વિશ્વ કિડની દિવસ” ના એક દિવસ પૂર્વે ખરા અર્થમાં આ દિવસની મહત્તા સાર્થક કરતુ અંગદાન થયું.

સમગ્ર વિગતો જોઈએ તો, મુળ ઉત્તરપ્રદેશના અને અમદાવાદમા નોકરી માટે વસવાટ કરતા 45 વર્ષના પુરુષને મગજના લોહીની નસ ફાટી જતા બ્રેઇન હેમરેજ થયું. જેથી સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દી સારવાર દરમ્યાન બ્રેઇનડેડ થતા ફરજ પરના ડોક્ટરોએ પરિવારજનોને અંગદાન વિશે સમજાવ્યા હતા. દર્દીના પરિવારજનોએ સર્વ સંમતિથી અંગદાનની સંમતિ આપતા તા.12 માર્ચ 2025ના રોજ તેમના અંગોનું દાન લેવામાં આવ્યું.

દર્દીના અંગદાનથી મળેલ 2 કિડની અને 1 લિવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં તેમજ હ્રદયને ગ્રીનકોરીડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાશે. આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 181 અંગદાતાઓ થકી 328 કિડની, 158 લીવર, 57 હ્રદય, 30 ફેફસા, 10 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ અને 5 સ્કીન મળી કુલ 591 અંગોનું દાન મળ્યું છે. જેના થકી 573 વ્યક્તિઓને નવજીવન આપણે આપી શક્યા છીએ તેમ ડો. રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું હતુ.

દર વર્ષે માર્ચ મહીનાના બીજા ગુરુવારે ઉજવાતા વર્લ્ડ કિડની દિવસ નિમીતે વર્ષ 2025ની થીમ  “Are Your Kidneys OK ? Detect Early, Protect Kidney Health અન્વયે સમાજના દરેક લોકોને પોતાની કિડનીના સ્વાસ્થ્યને જાળવવા જરૂરી ધ્યાન રાખવા ડો. જોષીએ સૌને અપીલ કરી હતી. હાલ રાજ્યમાં 2 હજારથી વધુ દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટીગમાં છે. લાઇવ ડોનેશન નહીં પરંતુ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાનથી પીડીત વ્યક્તિઓને અંગો મળી રહે તે માટે સમાજમા અંગદાન પ્રત્યે જાગ્રુતિ કેળવાય તેવા પ્રયાસો હાથ ધરવા તેને અનુરોધ કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી