અમદાવાદનાં વાડજમાં આવેલ ત્રિશા હોસ્પિટલમાં એક યુવકનું ઓપરેશન દરમિયાન મોત થતા. યુવકનાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. ચાંદલોડિયામાં રહેતા યુવકને અકસ્માત થયો હતો અકસ્માતમાં તેને હાથે ઇજા થઇ હતી. જેના લીધે તેને નિર્ણયનગરમાં આવેલ ત્રિશા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં ઓપરેશન દરમિયાન મોત થયું હતું,
મળતી માહિતી અનુસાર અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા માંગીલાલ ભુતાજી ખટીકે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમની ફરિયાદ અનુસાર તેમનો પુત્ર યોગેશ બાઇક લઇને જઇ રહ્યો હતો. ત્યારે રણછોડનગર પાસે સામેથી અચાનક એક્ટિવા આવતા બ્રેક મારી હતી. જેના કારણે બાઇક સ્લીપ ખાઈ જતા મારો પુત્રો નીચે પડી ગયો હતો અને તેને હાથમાં ઈજા થઇ હતી જેથી તેમણે નિર્ણયનગર ગરનાળા પાસે આવેલી ત્રિશા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં.
યુવકનાં હાથમાં ફ્રેક્ચર થયું હતું. જેથી ડૉક્ટરોએ તેમનું ઓપરેશન કરવું પડશે તેવું કહ્યું હતું. યુવકને ઓપરેશન માટે લઇ જવામાં આવ્યો હતો જ્યાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ અચાનક મોત થયું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.આ બનાવ અંગે વાડજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
